વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને ચેતવણી આપી દીધી છે કે જો ચીને વેપાર કરાર ન કર્યો તો ખુબ ખરાબ અસર પડશે. ટ્રમ્પે આ ચેતવણી એવા સમયે આપી છે કે જ્યારે લગભગ 200 અમેરિકી કંપનીઓ પોતાના મેન્યુફેક્ચરિંગ હબ ચીનમાંથી ભારતમાં ખસેડવા પર ચર્ચા કરી રહી છે. ટ્રમ્પે ટ્વિટ કરી કે "હું રાષ્ટ્રપતિ શી અને ચીનના અમારા અન્ય તમામ મિત્રોને ખુલ્લેઆમ કહેવા માંગુ છું કે જો તમે વેપાર કરાર નહીં કરો તો ચીન પર તેની ખુબ ખરાબ અસર પડશે. કારણ કે કંપનીઓ ચીનને છોડીને અન્ય દેશમાં જવા માટે બાધ્ય થઈ જશે."


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ શક્તિશાળી દેશના રાષ્ટ્રપતિ હોકી મેચ દરમિયાન પડ્યા, વાઈરલ થઈ રહ્યો છે VIDEO 


ટ્રમ્પે કહ્યું કે "ચીનમાં ખરીદી ખુબ મોંઘી છે. તમારી સામે ઉત્તમ રજુઆત કરી હતી, જેની પ્રક્રિયા લગભગ પૂરી થઈ ગઈ હતી અને તમે પીછેહટ કરી." ઉલ્લેખનીય છે કે ચીન અને અમેરિકાના ટોચના વાર્તાકારો વચ્ચે 11મા તબક્કાની બેઠક શુક્રવારે કોઈ પણ પરિણામ વગર ખતમ થઈ ગઈ. 


ટ્રમ્પે આપી ચીનને ચેતવણી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે ચીનને તત્કાળ વેપાર યુદ્ધને લઈને કરાર કરવાની ચેતવણી ઉચ્ચારી.  તેમણે કહ્યું કે જો ચીને હાલ સમાધાન ન કર્યું તો તેમના (ટ્રમ્પના) બીજા કાર્યકાળમાં આ વાતચીત થઈ તો સ્થિતિ વધુ વણસી જશે. બંને દેશો વચ્ચે હાલ વેપાર યુદ્ધ ચાલી રહ્યું છે. જેને સમાપ્ત કરવા અંગે અનેક તબક્કાઓની વાર્તા થઈ ચૂકી છે. શુક્રવારે પણ બે દિવસની વાતચીત કોઈ પણ પરિણામ વગર સમાપ્ત થઈ ગઈ. ચીનના ટોચના પ્રતિનિધિએ જણાવ્યું કે હવે આગામી તબક્કાની વાતચીત બેઈજિંગમાં થશે. જો કે તેમણે આ બેઠકની કોઈ તારીખ ન જણાવી. તેમણે ચેતવણી આપી કે ચીન મહત્વપૂર્ણ સિદ્ધાંતો પર કોઈ સમાધાન કરશે નહીં. 


કાનમાં ખંજવાળથી ખુબ પરેશાન હતો યુવક, ડોક્ટરે જોયું તો ઉડી ગયા હોશ, તમે પણ જુઓ VIDEO


ટ્રમ્પે શનિવારે ટ્વિટ કરીને કહ્યું કે, "મને લાગે છે કે ચીનને હાલની વાતચીતમાં એ રીતે ઝટકો લાગ્યો છે કે તેઓ 2020ની આગામી ચૂંટણી સુધી રાહ જોવા માંગે છે. તેઓ એ જોવા માંગે છે કે જો ભાગ્યએ સાથ આપ્યો અને 2020માં કોઈ ડેમોક્રેટ રાષ્ટ્રપતિ બની ગયા તો તેઓ અમેરિકાને દર વર્ષે 500 અબજ ડોલરનો ચૂનો લગાવતા રહેશે."


તેમણે કહ્યું કે, "મુશ્કેલી બસ એ છે કે તેઓ જાણે છે કે હું જીતવાનો છું. અમેરિકાના ઈતિહાસમાં અર્થવ્યવસ્થાની સ્થિતિ સૌથી સારી રહી છે અને રોજગારના નંબર પણ ઠીક રહ્યાં છે. તથા બીજુ  પણ ઘણું બધુ રહ્યું છે. જો મારા બીજા કાર્યકાળની વાતચીત થઈ તો ચીન માટે સમાધાનની સ્થિતિ વધુ ખરાબ હશે. તેમના માટે એ જ સારું રહેશે કે અત્યારે વાતચીત પૂરી કરી લે અને કોઈ ડીલ પર પહોંચે. જો કે હાલ ટેક્સ વસુલવામાં મને મજા આવી રહી છે."


વિદેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...