40 US પ્રેસિડેન્ટ માટે બનાવ્યા કપડાં, 200 વર્ષ જૂની કંપનીએ દેવાળું ફૂક્યું
બ્રૂક્સ બ્રધર્સની સ્થાપના ન્યૂયોર્કમાં 1818માં થઇ હતી. કંપનીએ બે વિશ્વયુદ્ધ, મહાન આર્થિક મંદી અને રાષ્ટ્રપતિ કાર્યકાળ દ્વારા પહેરવેશમાં માપદંડને ઢીલા કરવામાં આવેલા પડકારોને સફળતા પૂર્વક સહન કર્યા છે.
ન્યૂયોર્ક: વસ્ત્રના મામલે અમેરિકાના લગભગ તમામ રાષ્ટ્રપતિની પહેલી પસંદ રહેલી 200 વર્ષ જૂની વસ્ત્ર કંપની બ્રૂક્સ બ્રધર્સ (Brooks Brothers)એ બુધવારે નાદારી રક્ષણની અરજી દાખલ કરી છે. કોરોના વાયરસ મહામારી Coronavirus)નો શિકાર થનાર કંપનીઓમાં આ પ્રકારની એક મોટું નામ જોડાઇ ગયું છે.
બ્રૂક્સ બ્રધર્સની સ્થાપના ન્યૂયોર્કમાં 1818માં થઇ હતી. કંપનીએ બે વિશ્વયુદ્ધ, મહાન આર્થિક મંદી અને રાષ્ટ્રપતિ કાર્યકાળ દ્વારા પહેરવેશમાં માપદંડને ઢીલા કરવામાં આવેલા પડકારોને સફળતા પૂર્વક સહન કર્યા છે. જોકે કોરોના વાયરસ મહામારીથી ઉત્પન્ન સંકટ સમક્ષ ટકી શકી નહી.
કંપનીએ નાદારી રક્ષણના અધ્યાય 11 હેઠળ અરજી દાખલ કરી છે. કંપની પોતાના 200 સ્ટોરમાંથી 25 ટકાથી વધુ સ્ટોરને હંમેશા બંધ કરવાની છે.
ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસ મહામારીના કારણે છુટક વેચાણ ક્ષેત્ર ગંભીર પડકારોનો સામનો કરી રહી છે. આ પહેલાં પ્રતિસ્પર્ધી કંપની બાર્નીજ ન્યૂયોર્ક પણ નાદારી રક્ષણની અરજી કરી ચૂકી છે. જે ક્રૂ, નીમૈન માર્ક્સ, જે સી પેની સહિત અમેરિકાની ઘણી રાષ્ટ્રીય છુટક કંપનીઓ પણ મહામારીની ચપેટમાં દેવાળીયા થઇ ચૂકી છે.
મહામારીના કારણે લોકોનો ખર્ચ ઓછો થઇ જશે. લોકો ઓનલાઇન ખરીદીને મહત્વ આપવા લાગ્યા છે. જેના કારણે વોલમાર્ટ, ટાર્ગેટ અને અમેઝોન જેવી ઓનલાઇન છુટક વેચાણ કરતી કંપનીઓને તો ફાયદો થયો છે પરંતુ ઓફલાઇન સ્ટોર ચલાવનાર કંપની બરબાદ થઇ ગઇ છે.
અમેરિકાના કેટલાક ભાગમાં સ્ટોર ખુલવા લાગ્યા છે, પરંતુ લાખો લોકો હજુ પણ ઘરોમાં બંધ છે. અમેરિકાના કેટલાક ભાગમાં સંક્રમણની લહેર તેજ થઇ ગઇ છે, જેના કારણે એપ્પલ જેવી કંપનીઓ તે વિસ્તારોમાં પોતાના સ્ટોર ફરીથી બંધ કરવા લાગી છે.
કંપનીનો એક જૂનો તથા સમૃદ્ધ ઇતિહાસ છે. અમેરિકામાં ઓછામાં ઓછા 40 રાષ્ટ્રપતિઓએ કપડા પહેર્યા છે. અબ્રાહન લિંકનની 1865માં જ્યારે હત્યા થઇ હતી, તે સમયે તેમણે બ્રૂક્સ બ્રધર્સનો કોટ પહેર્યો હતો. બ્રૂક્સ બ્રધર્સને બે બટનવાળા સૂટ રાષ્ટ્રપતિ જોન એફ કેનેડીને પસંદ હતા. તેનો સાંસ્કૃતિક પ્રભાવ પણ વ્યાપક છે.
ક્લાર્ક ગેબલ બ્રૂક્સ બ્રધર્સના કપડાં રહે. જેનિફર એનિસ્ટન જ્યારે જીક્યૂ પત્રિકાના મૃખપૃષ્ઠ પર આવ્યો હતો. ત્યારે તેમણે ફક્ત લાલ, સફેદ અને લીલા રંગની બ્રૂક્સ બ્રધર્સની ટાઇ પહેરી હતી.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube