Nobel Prize 2020: Emmanuelle Charpentier અને Jennifer A. Doudnaને મળ્યો કેમેસ્ટ્રીનો નોબલ પુરસ્કાર
કેમેસ્ટ્રી (રસાયણ વિજ્ઞાન)મા વર્ષ 2020 માટે નોબલ પુરસ્કાર (Nobel Prize in Chemistry for 2020)ની જાહેરાત બુધવારે કરી દેવામાં આવી છે. આ વર્ષનો પુરસ્કાર ઇમ્મૈન્યુઅલ શાર્પેચી (Emmanuelle Charpentier) અને જેનફિર ડાઉડના (Jennifer A. Doudna)ને જીનોમ એડિટિંગની રીત શોધવા માટે આપવામાં આવ્યો છે.
સ્ટોકહોમઃ કેમેસ્ટ્રી (રસાયણ વિજ્ઞાન)મા વર્ષ 2020 માટે નોબલ પુરસ્કાર (Nobel Prize in Chemistry for 2020)ની જાહેરાત બુધવારે કરી દેવામાં આવી છે. આ વર્ષનો પુરસ્કાર ઇમ્મૈન્યુઅલ શાર્પેચી (Emmanuelle Charpentier) અને જેનફિર ડાઉડના (Jennifer A. Doudna)ને જીનોમ એડિટિંગની રીત શોધવા માટે આપવામાં આવ્યો છે. આ પુરસ્કાર દ્વારા તે કાર્યોને સન્માનિત કરવામાં આવે છે, જેનો આજ વ્યવહારિક રૂપમાં વિસ્તૃત ઉપયોગ થઈ રહ્યો છે.
પાછલા વર્ષે કોને મળ્યો હતો
સ્ટોકહોમમાં 'સ્વીડિશ એકેડમી ઓફ સાઇન્સેઝ'ની પેનલે બુધવારે વિજેતાઓની જાહેરાત કરી હતી. પાછલા વર્ષે લિથિયમ-આયન બેટરી બનાવનાર વૈજ્ઞાનિકો- જોન બી ગુડઇનફ, એમ સ્ટૈનલી વિટિંઘમ અને અકીરા યોશિનોને નોબલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. નોબલ પુરસ્કાર હેઠળ એક ગોલ્ડ મેડલ, એક કરોડ સ્વીડિશ ક્રોના (આશરે 8.20 કરોડ રૂપિયા)ની રકમ આપવામાં આવે છે. સ્વીડિશ ક્રોના સ્વીડનની મુદ્રા છે. આ પુરસ્કાર સ્વીડનના વૈજ્ઞાનિક અલ્ફ્રેડ નોબલના નામ પર આપવામાં આવે છે.
Hepatitis C Virus: દર વર્ષે એક લાખ લોકોને મારનાર વાયરસની શોધ માટે મળ્યો નોબલ, જાણો શું છે આ બીમારી
ટ્રમ્પ પણ છે રેસમાં
નોબલ પુરસ્કાર આપનારી સંસ્થા પ્રમાણે આ સપ્તાહે કેમેસ્ટ્રી, સાહિત્ય અને શાંતિ ક્ષેત્રના નોબલ પુરસ્કારોની જાહેરાતો થશે. તો અર્થશાસ્ત્રના નોબલ પુરસ્કારોની જાહેરાત આગામી સોમવારે થશે. મહત્વનું છે કે આ વખતે શાંતિના નોબલ પુરસ્કારોની રેસમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ છે. તેમને ઇઝરાયલ અને યૂએઈ વચ્ચે શાંતિ ડીલ કરાવવા માટે નોમિનેટ કરાવવામાં આવ્યા છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube