નવી દિલ્હીઃ સોમવારે સાંજે કોરોના વેક્સિન  (Corona Vaccine) તૈયાર થવાના સમાચારે દુનિયાને રાહત આપી છે. હવે બધાને લાગવા લાગ્યું છે કે આ જીવલેણ કોરોના વાયરસ (Coronavirus)થી બચી શકાય છે. આ સારા સમાચાર પૂરા થઈ રહ્યાં નથી. હકીકતમાં વિશ્વમાં કોરોના વાયરસની ત્રણ દમદાર રસી તૈયાર થઈ ચુકી છે અને સારી વાત છે કે આ ત્રણેય ટ્રાયલના અંતિમ તબક્કામાં છે. આવો આપણે આ ત્રણેય વેક્સિનની માહિતી મેળવીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. સિનોવૈક (Sinovac)
ચીન વૈજ્ઞાનિક કોરોના વાયરસની રસી બનાવવાની રેસમાં સૌથી આગળ છે. જે દેશમાં સૌથી પહેલા આ મહામારી આવી તેના વૈજ્ઞાનિકોને રસી તૈયાર કરવા માટે વધુ સેમ્પલ મળ્યા. ચીની દવા કંપની સિનોવૈક બાયોટેક (Sinovac Biotech)એ ખાડી દેશો સહિત વિશ્વના અન્ય દેશોમાં પોતાની વેક્સીનની સફળ ટ્રાયલ  (Vaccine Trails) કરી લીધી છે. આ રીતે જોઈએ તો ચીની કંપની કોરોના વેક્સિન તૈયાર કરવાની ખુબ નજીક છે. કંપની પોતાની અંતિમ ટ્રાયલ બ્રાઝિલ અને બાંગ્લાદેશમાં શરૂ કરી દીધી છે. 


2. આસ્ટ્રાઝેનેકા  (AstraZeneca / Oxord University)
તો આ તે રસી છે જેના વિશે તમે સોમવારે સાંભળ્યું હશે. બ્રિટનની ઓક્સફોર્ડ યુનિવર્સિટી (Oxford University)એ આ રસીનું નામ આસ્ટ્રાઝેનેકા  (AstraZeneca) રાખ્યું છે. આ રસીનું વ્યક્તિઓ પર સફળ પરીક્ષણ થઈ ચુક્યુ છે. હવે ત્રીજા તબક્કામાં  (Final Trails) આ રસીને વધુ સમય લાગશે નહીં. બ્રિટિશ વૈજ્ઞાનિકોએ આ રસીને અંતિમ તબક્કાની ટ્રાયલ દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલમાં કરવાનો નિર્ણય લીધો છે. 


3. યુનિવર્સિટી ઓફ મેલબોર્ન (Univerisy of Melborn)
ઓસ્ટ્રેલિયા સ્થિત યુનિવર્સિટી ઓફ મેલબોર્ન પણ આ દોડમાં આગળ જોવા મળી રહી છે. અહીંના વૈજ્ઞાનિકોએ સો વર્ષ જૂની ટીબીની  દવા (TB Vaccine)થી કોરોનાની વેક્સિન તૈયાર કરી છે. પંરતુ આ રસી કોરોના વાયરસથી સીધી રીતે લડવામાં મદદરૂપ નથી. પરંતુ આ રસી શરીરની અંદર કોરોના વાયરસ વિરદ્ધ ઇમ્યુનિટીને સારી રીતે વધારવામાં સફળ થઈ છે. આ રસીની પણ બે ટ્રાયલ પૂરી થઈ ચુકી છે. છેલ્લા તબક્કાની ટ્રાયલ ચાલી રહી છે.  


ક્યારે તમારી પાસે પહોંચશે વેક્સિન?
બીજા તબક્કાની ટ્રાયલ સફળ થવાનો અર્થ છે કે રસી સંપૂર્ણ રીતે તૈયાર છે અને તે બીમારી સામે મજબૂતીથી કામ કરી રહી છે. પરંતુ કોરોના વાયરસ એક મહામારી છે અને વિશ્વભરમાં તેનું સંક્રમણ ફેલાયું છે. સરેરાશ છેલ્લા તબક્કા એટલે કે ત્રીજા તબક્કાની ક્લીનિકલ ટ્રાયલમાં 1થી 4 વર્ષનો સમય લાગે છે. પરંતુ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે બધી ટ્રાયલ ફાસ્ટ ટ્રેક મોડમાં છે. આ રીતે ઓગસ્ટના છેલ્લા સપ્તાહે અથવા સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં રસી સામાન્ય લોકો માટે ઉપલબ્ધ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube