સીરિયા: અલ-કાયદાથી જોડાયેલા સીરિયાઇ સમૂહના હુમલામાં 33 સૈનિકોના મોત
અંસાર અલ-તૌહીદના જેહાદીઓ દ્વારા કરવામાં આવેલા બે હુમલામાં શાસનના સુરક્ષા દળ અને તેમના સહયોગિ મિલિશિયાના 27 છોકરાઓની મોત થયા છે.
નવી દિલ્હી: ઇદલિબ પ્રાંતની પાસે અલકાયદા સાથે જોડાયેલા એક સીરિયાઇ જેહાદી સમૂહના હુમલામાં રવિવારે શાસન અને તેના સંબંધિત દળના 33 સૈનિકો માર્યા ગયા છે.
એક દેખરેખ સંસ્થાએ આ માહિતી આપી. સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યૂમન રાઇટ્સે કહ્યું કે, સવારે અંસાર અલ-તૌહીદના જેહાદીઓ દ્વારા કરવામાં આવેલા બે હુમલામાં શાસનના સુરક્ષા દળ અને તેમના સહયોગિ મિલિશિયાના 27 છોકરાઓની મોત થયા છે.
વધુમાં વાંચો: આતંકી મસૂદ અઝહર પર પાકિસ્તાન કરશે મોટી કાર્યવાહી! કાલે મળ્યા હતા મોતના સમાચાર
બ્રિટન સ્થિત નિગરાણી સંસ્થાના ડિરેક્ટર રામી અલ્દેલ રહમાને કહ્યું કે, તેમાં પાંચ જેહાદીઓનું પણ મોત થયું છે.
સંસ્થાએ કહ્યું કે હમા પ્રાંતના ઉત્તર ભાગમાં સ્થિત એક મસાસ્ના ગામમાં રવિવારે આ ઘાતક હુમલો થયો હતો.
(ઇનપુટ ભાષા)