બુર્કિના ફાસોમાં આતંકવાદી હુમલામાં 35 નાગરિકોના મોત, સુરક્ષાબળો ઠાર માર્યા 80 આતંકવાદી
ઉત્તરી બુર્કિના ફાસો (Northern Burkina Faso)ના એક શહેરમાં આતંકવાદીઓ (Terrorist) દ્વારા કરવામાં આવેલા હુમલામાં 35 નાગરિકોના મોત નિપજ્યા છે, જેમાં મોટાભાગની મહિલાઓ છે. દેશના રાષ્ટ્રપતિ રોચ માર્ક કાબોર (Roch Marc Kabore) એ જાણકારી આપી છે. સાથે જ જણાવ્યું છે કે આ ઘટના બાદ સુરક્ષાબળો દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં 80 આતંકવાદીઓને ઠાર માર્યા છે.
ઔગાડૌગૂ (બુર્કિના ફાસો): ઉત્તરી બુર્કિના ફાસો (Northern Burkina Faso)ના એક શહેરમાં આતંકવાદીઓ (Terrorist) દ્વારા કરવામાં આવેલા હુમલામાં 35 નાગરિકોના મોત નિપજ્યા છે, જેમાં મોટાભાગની મહિલાઓ છે. દેશના રાષ્ટ્રપતિ રોચ માર્ક કાબોર (Roch Marc Kabore) એ જાણકારી આપી છે. સાથે જ જણાવ્યું છે કે આ ઘટના બાદ સુરક્ષાબળો દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં 80 આતંકવાદીઓને ઠાર માર્યા છે.
કાબોર દ્વારા પોતાના ટ્વિટર (Twitter) હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવેલા એક નિવેદન અનુસાર આ ઘતના દેશના સૌમ પ્રાંતના અર્બિંડા શહેરમાં થઇ હતી. તેમણે પોતાના નિવેદનમાં કહ્યું કે અમારા સૌનિકોની વિરતાપૂર્ણ કાર્યવાહીમાં 80 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. આ સાથે જ મહત્વપૂર્ણ સૈન્ય ઉપકરણ પણ તેમના કબજામાંથી મળી આવ્યા છે.
રાષ્ટ્રપતિએ જણાવ્યું કે આ બર્બર હુમલામાં 35 સામાન્ય નાગરિકોના મોત નિપજ્યા છે. જેમાં મોટાભાગની મહિલાઓ છે. હજુ સુધી આ હુમલાની કોઇ જવાબદારી લીધી નથી. રાષ્ટ્રપતિએ બે દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. અત્યારે અન્ય જાણકારીની રાહ જોવામાં આવી રહી છે.