નવી દિલ્હી: સાઉદીના મદીના શહેરમાં એક બસ અને એક ભારે વહાન વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 35 વિદેશીઓના મોત થયા છે. જ્યારે 4 અન્ય ઘાયલ થયા છે. અલ હમના હોસ્પિટલમાં આ ચારેય ઘાયલોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ જાણકારી સાઉદીની સરાકારી મીડિયાએ આપી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાઉદી અરબમાં એક બસ દુર્ઘટનામાં 35 લોકોના મોત પર ગુરૂવારે શોક વ્યક્ત કર્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- વિશ્વમાં 5 વર્ષથી નીચેની ઉંમરના એક તૃતિયાંશ બાળકો કુપોષણનો શિકારઃ યુનિસેફ


મદીનાના પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે સાઉદી અરબના આ પશ્ચિમ શહેરમાં બુધવારે આ દૂર્ઘટના સર્જાઈ હતી. તેમાં એક ખાનગી ચાર્ટર્ડ બસ અને એક લોડર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. દૂર્ધટનામાં મોતને ભેટનાર અને ઈજાગ્રસ્તો અરબ અને એશિયાઇ તીર્થયાત્રીઓ હતો.


પાકિસ્તાનને કોઈ રાહત નહીં, FATF દ્વારા 2020 સુધી ગ્રે લિસ્ટમાં નખાયું


પીએ મોદીએ વ્યક્ત કર્યો શોક
વડાપ્રદાન નરેન્દ્ર મોદીએ સાઉદી અરબમાં એક બસ દૂર્ઘટનામાં 35 લોકોના મોત પર ગુરૂવારે શોક વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાને ટ્વીટ કરી લખ્યું, ‘સાઉદી અરબમાં મક્કાની પાસે બસ દૂર્ઘટનાના સમાચારથી દુ:ખી છું. આ દૂર્ઘટનામાં મૃતકોના પરિજનો પ્રતિ મારી સંવેદાનાઓ. ઇજાગ્રસ્તોની જલદી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.’


જુઓ Live TV:- 


દુનિયાના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...