પાકિસ્તાનને કોઈ રાહત નહીં, FATF દ્વારા 2020 સુધી ગ્રે લિસ્ટમાં નખાયું
મની લોન્ડરિંગ અને ટેરર ફંડિંગ રોકવા માટે પાકિસ્તાન દ્વારા યોગ્ય પગલાં ન લેવાથી આસંતુષ્ટ FATFએ પાકિસ્તાનને બ્લેક લિસ્ટ સાથે લિન્ક કર્યું છે. સાથે જ ફેબ્રુઆરી, 2020માં આ અંગે નિર્ણય લેવાનું જણાવ્યું છે. આ અંગે નવી પ્રગતિની ઔપચારિક જાહેરાત 18 ઓક્ટોબરના રોજ કરવામાં આવશે.
Trending Photos
પેરિસઃ ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ દ્વારા આગામી વર્ષના ફેબ્રુઆરી મહિના સુધી પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં રાખવાનો નિર્ણય લેવાયો છે. સાથે જ ઈસ્લામાબાદને ટેરર ફંડિંગ અને મની લોન્ડરિંગ જેવા મુદ્દાઓનો ઉકેલ લાવવા માટે વધારાના પગલાં લેવાનો આદેશ આપ્યો છે. ડોન ન્યૂઝ અનુસાર પેરિસમાં મંગળવારે એક FATFની બેઠકમાં પાકિસ્તાનની એ કાર્યવાહીઓની સમીક્ષા કરવામાં આવી, જેમણે પાકિસ્તાનને પહેલા જ મની લોન્ડરિંગ અને ટેરર ફંડિંગને નિયંત્રિત કરવા માટે લીધા છે.
મની લોન્ડરિંગ અને ટેરર ફંડિંગ રોકવા માટે પાકિસ્તાન દ્વારા યોગ્ય પગલાં ન લેવાથી આસંતુષ્ટ FATFએ પાકિસ્તાનને બ્લેક લિસ્ટ સાથે લિન્ક કર્યું છે. સાથે જ ફેબ્રુઆરી, 2020માં આ અંગે નિર્ણય લેવાનું જણાવ્યું છે. આ અંગે નવી પ્રગતિની ઔપચારિક જાહેરાત 18 ઓક્ટોબરના રોજ કરવામાં આવશે. આ અંગે પાકિસ્તાનના નાણામંત્રાલયના પ્રવક્તા ઉમર હમીદનો સંપર્ક કરાયો તો તેમણે જણાવ્યું કે, આ સાચું નથી, 18 ઓક્ટોબર પહેલા આવું કશું જ નથી.
ચીન, તુર્કી અને મલેશિયાએ પાકિસ્તાને લીધેલાં પગલાંની પ્રશંસા કરી છે, જ્યારે ભારતે એ દલીલના આધારે ઈસ્લામાબાદને બ્લેક લીસ્ટ કરવાની ભલામણ કરી છે કે તેણે હાફિઝ સઈદને પોતાનાં ફ્રીઝ કરાયેલા ખાતામાંથી નાણા ઉપાડવાની મંજુરી આપી છે. તુર્કી, ચીન અને મલેશિયા દ્વારા એક સાથે આપવામાં આવેલા સમર્થનના આધારે FATFએ પાકિસ્તાનને બ્લેક લીસ્ટમાં નહીં નાખવાનો અને અન્ય પગલાં લેવાનો વધુ સમય આપવાનો નિર્ણય લીધો છે.
ઉલ્લેખનીય છે કે, 36 દેશના FATF ચાર્ટર અનુસાર, કોઈ પણ દેશને બ્લેકલીસ્ટમાં ન મુકવા માટે ઓછામાં ઓછા ત્રણ દેશનું સમર્થન હોવું જોઈએ.
જુઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે