નવી દિલ્હી/કરાચી: આર્થિક મોરચે ખેંચતાણ અનુભવી રહેલા પાકિસ્તાનને આગામી બે અઠવાડિયામાં થોડી  રાહત મળે તેવી આશા છે. કંગાળ હાલત સામે ઝઝૂમી રહેલા પાકિસ્તાનના વિદેશી મુદ્રા ભંડારમાં આગામી બે અઠવાડિયામાં મોટી રકમ મળવાની આશા છે. જેના કારણે પાકિસ્તાનને થોડી રાહત મળી શકે છે. પાકિસ્તાનના નાણામંત્રી અસદ ઉમરે શનિવારે કહ્યું કે આગામી બે અઠવાડિયામાં પાકિસ્તાનને લગભગ 4.1 બિલિયન ડોલર (પાકિસ્તાની મુદ્રામાં 8 અબજ 18 કરોડ, 55 લાખ 20 હજાર 850 રૂપિયા)ની આવક થશે. ત્યારબાદ સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાનનો વિદેશી મુદ્રા ભંડાર વધીને 12 બિલિયન ડોલર થશે. જો કે આ રકમ લોન તરીકે પાકિસ્તાનને મળશે જે માટે તેણે કાયદેસર વ્યાજ પણ ચૂકવવું પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડરેલા પાકિસ્તાનનો નવો પેંતરો, આ શક્તિશાળી ગ્રુપમાંથી ભારતને હટાવવા મારે છે હવાતિયા


પાકિસ્તાની અખબાર ડોનની વેબસાઈટમાં પ્રકાશિત એક અહેવાલ મુજબ પાકિસ્તાન વ્યાપાર પરિષદ (પીબીસી) દ્વારા આયોજિત ફાઈનાન્સિંગ ટુ સપોર્ટ મેક ઈન પાકિસ્તાન પર એક સેમિનારને સંબોધિત કરતા મંત્રીએ કહ્યું કે 2 બિલિયન  ડોલરની લોન માટે અબુ ધાબી ફંડ ફોર ડેવલપમેન્ટ (એડીએફડી)ની સાથે એક કરાર કરવામાં આવ્યો છે. આ રકમ આગામી સપ્તાહે મળવાની આશા છે. જ્યારે ચીન પણ સપ્તાહ બાદ 2.1 બિલિયન ડોલર આપશે. 


એક સવાલના જવાબમાં તેમણે કહ્યું કે એડીએફડી પાસેથી લોન 3 ટકાના નિશ્ચિત વ્યાજ દર પર માંગવામાં આવી છે જ્યારે ચીન પાસેથી 2.5 ટકાના દરે લોન લેવાઈ રહી છે. તેમણે કહ્યું કે પાકિસ્તાની સરકાર આગામી પાંચ વર્ષની અંદર જીડીપી ગુણોત્તરમાં ડિપોઝિટ વધારવા માટે ઉત્સુક છે અને આ માટે ફેડરલ બોર્ડ ઓફ  રેવન્યુની અડચણો દૂર કરવા માટે કામ કરવાનું રહેશે. 


દેશની અર્થવ્યવસ્થાના ડિજિટલીકરણની તત્કાળ જરૂરિયાતને લઈને એક સ્પીકર દ્વારા કરાયેલા સવાલ પર મંત્રીએ એસબીપીને એફબીઆર, પાકિસ્તાન દૂરસંચાર ઓથોરિટી, સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન ઓફ પાકિસ્તાન તથા પાકિસ્તાન બેંક્સ એસોસિએશનના સભ્યો સાથે એક સમિતિ રચવા અને આ સંબંધે એક સપ્તાહની અંદર પોતાની ભલામણો દાખલ કરવાનું કહ્યું. 


વિદેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...