4 Days Working Week: ભારતમાં કામના કલાકોને લઈને ભૂતકાળમાં ઘણી ચર્ચા થઈ છે. તેની પાછળનું કારણ કેટલીક કંપનીઓના ટોચના મેનેજમેન્ટના નિવેદન હતા, જે કર્મચારીઓને શક્ય તેટલા કલાકો કામ કરવા માટે કહી રહ્યા હતા. જેમાં દિવસમાં 15 થી 17 કલાક કામ કરવા જેવી બાબતો કહેવામાં આવી હતી. સ્વાભાવિક છે કે તેની ભારે ટીકા થઈ. અઠવાડિયામાં 4 દિવસ કામ કરવાની અને વર્ક-લાઈફ બેલેન્સ માટે 3 દિવસની રજા લેવાની માંગ વચ્ચે UKમાંથી એક અદ્ભુત સમાચાર આવ્યા છે. UKની 200 કંપનીઓએ તેમના કર્મચારીઓને અઠવાડિયામાં 4 દિવસ કામ કરાવવાનો નિર્ણય લીધો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખૂબ જ સુકૂન આપનાર એહસાસ
અઠવાડિયામાં કામના કલાકો કે દિવસો ઓછા હોવા એ મોટી રાહત છે. લોકો ખુદ માટે અને પોતાના પરિવાર માટે સમય કાઢી શકે છે. ભાગદોડ જીવનથી થોડો સમય આરામ કરી શકીએ છીએ. UKની આ કંપનીઓએ તેમના કર્મચારીઓને વધુ સારા જીવન માટે અઠવાડિયામાં 4 દિવસ કામ કરાવવાનું નક્કી કર્યું છે.


100 કે 1000 નહીં... આ પિઝા માટે ચૂકવવા પડેશે આટલા રૂપિયા! કિંમત સાંભળીને ઉડી જશે હોશ


સેલેરીમાં નહીં થાય કોઈ ફેરફાર
UKની આ 200 કંપનીઓ તેમના કર્મચારીઓને દર અઠવાડિયે 3 દિવસની રજા આપશે અને આ માટે તેઓ કામમાં કોઈ ઘટાડો નહીં કરે. ધ ગાર્ડિયનના અહેવાલમાં જણાવાયું છે કે, આ 200 કંપનીઓમાં કુલ 5,000થી વધુ લોકો કામ કરે છે. આમાંની મોટાભાગની કંપનીઓ ચેરિટી, માર્કેટિંગ અને ટેક્નોલોજી કંપનીઓ છે.


લગ્ન પછી આખરે કેમ અન્ય પુરૂષોના પ્રેમમાં પડી જાય છે મહિલાઓ? કારણ જાણીને થઈ જશો હેરાન


વધશે વર્ક એફિશિએન્સી
4 દિવસની વર્કિંગ પેટર્નને સમર્થન કરનારાઓ માને છે કે 5 દિવસની કાર્ય પદ્ધતિ જૂના સમય માટે સારી હતી. ત્યારે લોકોને ન તો કામના સ્થળે પહોંચવા માટે લાંબા અંતરની મુસાફરી કરવી પડતી હતી અને ન તો આટલો તણાવ હતો. હવે કર્મચારીઓ અઠવાડિયામાં 4 દિવસ કામ કરીને ખુશ થશે. તેમનું પારિવારિક જીવન અને માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે અને તેઓ વધુ ઉત્સાહ સાથે કામ પણ કરશે. તેનાથી તેમની ઉત્પાદકતા પણ વધશે.