કાબુલ: અફગાનિસ્તાનની રાજધાની કાબુલમાં આજ સુધી આત્મઘાતી બોમ્બ હુમલાખોરે એક શિયા બહુલ વિસ્તારમાં વિશ્વવિદ્યાલ પરિક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને નિશાન બનાવી હુમલો કર્યો હતો. આ હુમલામાં અંદાજે 48 લોકોના મોત થયા છે જ્યારે 67 લોકો ઘાયલ થયા છે. સમાચાર એજન્સી સિન્હુઆના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં ઇજાગ્રસ્ત બનેલા લોકોમાંથી કેટલાકની હાલત વધુ ગંભીર છે. આ પહેલા મળેલા રીપોર્ટમાં 25 લોકોના મોત અને 36 લોકો ઘાયલ થયાના સમાચાર હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇસ્લામિક સ્ટેટને હુમલાના જવાબદાર ગણાવ્યા
આ હુમલા માટે ઇસ્લામિક સ્ટેટ સમહુને જવાબદાર ગણાવામાં આવી રહ્યું છે. અફગાનિસ્તાનના શિયા સમુદાય પર હાલમાં જ કરવામાં આવેલા આ સૌથી મોટો હુમલો છે. જોકે, અત્યાર સુધીમાં કોઇપણ આંતકવાદી સંગઠને આ હુમલાની જવાબદારી નથી લીધી.


સંયુકત રાષ્ટ્ર મિશને કરી હુમલાની નિંદા
મોટાભાગના પીડિતો હાઇ સ્કૂલ ગ્રેજ્યુએટ હતા. જેઓ યુનિવર્સિટિની એન્ટરન્શ એક્ઝામની તૈયારી કરી રહ્યાં હતા. મૃતકમાં કેટલીક મહિલા છાત્રાઓ પણ હતી. અફગાનિસ્તાનમાં સંયુક રાષ્ટ્ર મિશને આ હુમલાની નિંદા કરતા જણાવ્યું હતું કે, કોઇપણ પરિસ્થિતિમાં નિર્દોષ નાગરિકોને નિશાનો બાનાવી કરવામાં આવતા હુમલાને યોગ્ય ગણાય નહી.