5 વર્ષના બાળકની સમજદારીએ તેની માતાનું જીવન બચાવ્યું, જાણો શું છે ઘટના
5 વર્ષના બાળકની સમજદારીના કારણે તેની માતાનું જીવન બચી ગયું. આ ઘટના ઇગ્લેન્ડના ટેલફોર્ડની છે. ખરેખરમાં આ બાળકની માતા બેભાન થઇને જમીન પર પડી ગઇ હતી. જો કે, તેને યોગ્ય સમયે હોસ્પિટલ ન લઇ જતા તો તેનું મોત પણ થઇ શકતું હતું અથવા તો તે કોમામાં પણ જઇ શકતી હતી. પરંતુ બાળકે જે કર્યું તેના કારણે તેની માતાનું જીવન બચી ગયું છે.
ઇગ્લેન્ડના ટેલફોર્ડમાં રહેતા જોશ તેના ભાઇ સાથે રમી રહ્યો હતો. તે દરમિયાન તેણે જોયું કે, તેની માતા જમીન પર પડી છે. જોશે તાત્કાલીક તેના રમકડાની એમ્બ્યૂલન્સ પર લખેલા ઇમર્જન્સી નંબર 112 ડાયલ કર્યો હતો અને પોલીસને આ વાતની જાણકારી આપી હતી.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે, જોશની સતર્કતાએ તેની માતાનો જીવ બચાવી શક્યા. જો થોડો પણ વિંલબ થયો હતો તો જોશની માતાનું મોત પણ થઇ શકતું હતું. એટલું જ નહીં પોલીસ કર્મચારીઓએ તેને શાબાશી પણ આપી. પોલીસ જોશની માતાને ડૉક્ટર પાસે લઇ ગયા હતા. જ્યાં તેમને જાણવા મળ્યું કે, તે ડાયબિટિક કોમામાં છે, તેમનું શૂગર લેવલ ઘણું ડાઉન થઇ ગયું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર