Weird Love Story: પ્રેમમાં ના ઉંમર જોવાય છે અને ના કોઈ જાતિનું બંધન હોય છે. જ્યારે કોઈને પ્રેમ (Weird Love) થઈ જાય છે તો તે પ્રેમમાં 'આંધળો' થઈ જાય છે. આવા જ એક પ્રેમની અનોખી કહાની (Weird Love Story Viral) છે મ્યાનમારની રહેવાસી એક 20 વર્ષની છોકરી અને 77 વર્ષના એક વૃદ્ધની. 20 વર્ષની આ છોકરીને 77 વર્ષના વૃદ્ધ સાથે એવો પ્રેમ થયો કે હવે બંનેને એકબીજા સિવાય બીજું કંઈ ગમતું નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છોકરીથી 57 વર્ષ મોટો છે તેનો પ્રેમી
ધ સન વેબસાઈટના સમાચાર અનુસાર, 20 વર્ષની જો (Jo) મ્યાનમારમાં રહે છે. તે એક સ્ટૂડન્ટ છે. ત્યારે તેનો 77 વર્ષનો પ્રેમી ડેવિડ (David) ઇંગ્લેન્ડમાં રહે છે, જે એક મ્યૂઝિક પ્રોડ્યૂસર છે. ડેવિડને કોઈ સંતાન નથી. બંને છેલ્લા દોઢ વર્ષથી એકબીજાના પ્રેમમાં ડૂબેલા છે. બંને વચ્ચે ઘણું લાંબું અંતર છે પરંતુ તેમ છતાં તેઓ રિલેશનશિપ (Young Girl Loves Old Man) માં છે. બંને વચ્ચે 57 વર્ષનું ઉંમરનું અંતર પણ તેમના પ્રેમને ઘટાડી શકતું નથી.


સ્ત્રીઓને કરાવશે 'રિયલ મેન'નો અનુભવ, સમલૈંગિકોને પણ સંતોષ આપશે આ ડોલ!


જો અને ડેવિડ એક ડેટિંગ સાઈટ દ્વારા મળ્યા હતા. 18 મહિના પહેલા જો એક મેન્ટરની શોધ કરી રહી હતી. તે એવો મેન્ટર ઇચ્છતી હતી, જે તેના અભ્યાસમાં તેને આર્થિક રીતે મદદ કરે અને ઇમોશનલ સાથ પણ આપે. બીજી તરફ રોમેન્ટિક મૂડનો ડેવિડ ક્યારેક ફ્લર્ટિંગ કરવા માટે આ ડેટિંગ સાઈટ પર આવતો હતો. ડેવિડનું કહેવું છે કે, તે ત્યારે પણ તેની જાતને વૃદ્ધ નથી સમજતો અને પોતાને હમેશાં જવાન જ સમજે છે.


Anupama ની કાવ્યા નંદનીનું ગળું દબાવી દીધું! શાહ હાઉસમાં ફરી થયો ઝઘડો


એકબીજાને સમજે છે સારા મિત્ર
ડેવિડે જણાવ્યું કે, તે તેનાથી 50 વર્ષની નાની છોકરી સાથે સંબંધ રાખવા ઇચ્છતો હતો. ડેટિંગ સાઈટ પર તેને જો મળી, જોએ તેના ડિસ્ક્રિપ્શનમાં યૂકેમાં અભ્યાસ કરતી સ્ટૂડન્ટનો ઉલ્લેખ કર્યો હતો. જો કે, તે મ્યાનમારમાં રહે છે. ડેવિડ મજાકમાં કહે છે કે તે જોએ બ્રિટનમાં તેનો પાર્ટનર શોધવા માટે ખોટું બોલી. ડેવિડ કહે છે કે તે એકબીજાને પ્રેમી-પ્રેમીકા કહેવાનું ટાળે છે. ડેવિડ અને જો એકબીજાના સારા મિત્ર અને જીવનસાથી માને છે.


વિરાટે 4 વર્ષ સુધી ટીમમાંથી રાખ્યો બહાર! રોહિતના આવતા જ સૌથી મોટો મેચ વિનર બન્યો આ ખેલાડી


ડેવિડે જણાવ્યું કે તે બંને મ્યાનમારના અંદરની સ્થિતિ અને કોવિડના કારણે અત્યારે એકબીજાથી દુર છે. બંને પહેલા ઘણી એડલ્ટ વાતો કરતા હતા. જો કે, હવે ધીરે ધીરે તેઓ ઇમોશનલી પણ એકબીજા સાથે જોડાઈ ગયા છે. ડેવિડ કહે છે કે તેને આ વાતની ખુશી છે કે તે જોના મેન્ટરની સાથે સાથે લાઈફ પાર્ટનર પણ બનવાનો છે. તે ટૂંક સમયમાં લગ્ન કરશે. જ્યારે જોનો પાસપોર્ટ બની જશે અને તેને મળવા બ્રિટન આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube