Anupama ની કાવ્યા નંદનીનું ગળું દબાવી દીધું! શાહ હાઉસમાં ફરી થયો ઝઘડો

Anupama's Kavya And Nandini Fight: ટીવી શો અનુપમા (Anupama) ની કાવ્યા અને નંદનીનો એક વીડિયો વાયરલ થયો છે જેને જોઈને લોકોને અનુપમા (Rupali Ganguly) ની વહુની ચિંતા કરી રહ્યા છે.

Anupama ની કાવ્યા નંદનીનું ગળું દબાવી દીધું! શાહ હાઉસમાં ફરી થયો ઝઘડો

નવી દિલ્હી: રૂપાલી ગાંગુલી (Rupali Ganguly) ના ફેમસ ટીવી શો અનુપમા (Anupama) ની પોપ્યુલેરિટી દિવસેને દિવસે વધી રહી છે. શોની સ્ટોરીમાં હવે એવો ટ્વિસ્ટ આવ્યો છે કે, અત્યાર સુધી વેમ્પ જોવા મળતી કાવ્યા (Madalsa Sharma) પર બધાને દયા આવી રહી છે. કેમ કે, વનરાજ (Sudhanshu Pandey) એ તેને છૂટાછેડા આપવાનો નિર્ણય કર્યો છે. આ વચ્ચે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં કાવ્યા, શાહ પરિવારની થનારી વહુ નંદની (Anagha Bhosale) નું ગળું દબાવી રહી છે.

શાહ હાઉસમાં ફરી ઝગડો
આ ફેમસ ટીવી શોના તમામ કલાકારો ઘણા પોપ્યુલર છે. સોશિયલ મીડિયા પર તમામ ખુબ જ એક્ટિવ છે. આ તમામ કલાકારો તેમના ફેન્સનું મનોરંજનનું ધ્યાન રાખી દરરોજ વીડિયો શેર કરતા રહે છે. જે સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. આવો જ એક વીડિયો કાવ્યા અને વનરાજના છૂટાછેડાના સમાચાર બાદ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં શોના બે સ્ટાર્સ વચ્ચે ઝગડો થતો જોવા મળી રહ્યો છે. જુઓ વીડિયો...

મદાલસાએ શેર કર્યો વીડિયો
આ વીડિયોમાં મદાલસા શર્મા અનુપમાની ભાવિ વહુ નંદની એટલે કે અનધા ભોસલેનું ગળું દબાવે છે અને તેની સાથે મારામારી કરતી જોવા મળી રહી છે. પરંતુ જો તમને એવું લાગી રહ્યું છે કે આ શોમાં આવનારો ટ્વિસ્ટ છે તો તમને જણાવી દઇએ કે આ એક રીલ વીડિયો છે. આ વીડિયો સોશિયલ મડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને ફેન્સ ઘણો એન્જોય કરી રહ્યા છે.

આ હશે શોમાં નવું ટ્વિસ્ટ
જો શોની વાત કરીએ તો હવે સ્ટોરી વનરાજ અને કાવ્યાના છૂટાછેડા સુધી પહોંચી ગઈ છે. ત્યારે હવે શોમાં અનુજ કપાડિયાની બહેનની એન્ટ્રી થવા જઈ રહી છે. આ બહેન અનુપમાની વહુ કિંજલના જીવનમાં ઝેર ભેળવશે, ત્યારબાદ આપણે કિંજલ અને તોષૂના છૂટાછેડા પણ જોઈ શકીએ છીએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news