ઝી બ્યૂરો, અમદાવાદઃ ફ્રૂટ સલાડ વૃક્ષ. જેમ કે નામથી જ સ્પષ્ટ થાય છે. જેમ સલાડમાં ઘણી શાકભાજી હોય છે, તે જ રીતે,ફ્રૂટ સલાડ ટ્રી પર ઘણા પ્રકારના ફળ ઉગે છે. તેના પર,6 થી 8 એક જાતની ફળ ઉગાવી શકાય છે. જેમ કે સીટ્રસ ફળો જેમાં લીંબુ,નારંગી,દ્રાક્ષ વગેરે. હાલમાં, આવા ઝાડ પર એક સાથે સફરજન અને કેળા જેવી વિવિધ જાતિના ફળ ઉગાડવામાં આવતાં નથી. ચાલો તમને આ ફળ વિશે વિગતવાર જણાવીએ...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


જેમ્સ અને કેરી વેસ્ટનો આઈડિયા 
1990ના દાયકાની શરૂઆતમાં આ વિચાર ઓસ્ટ્રેલિયાના જેમ્સ અને કેરી વેસ્ટને આઈડિયા આવ્યો હતો. સૌપ્રથમ આ ફ્રૂટ સલાડ ટ્રીને સફળતાપૂર્વક ઉગાડવામાં આવ્યું હતું. આ વૃક્ષ ઓસ્ટ્રેલિયા પછી સમગ્ર વિશ્વમાં પહોંચાડવામાં આવ્યા. ફ્રૂટ સલાડ ટ્રીને ખુલ્લા મેદાનમાં અથવા તો કુંડામાં ઉગાડવામાં આવે છે. 


ચાર પ્રકારના ફ્રૂટ સલાડ ટ્રી 
ફ્રૂટ સલાડ ટ્રીના મુખ્ય ચાર પ્રકાર હોય છે. જેનુ નામ સ્ટોન ફ્રૂટ, સિટ્રસ ફ્રૂટ, મલ્ટિ એપલ અને મલ્ટી નાશી છે. સ્ટોન ફ્રૂટ ટ્રીમાં બોર, ,જરદાળુ, આલૂ ઉગાડવામાં આવે છે. ગરમ વાતાવરણમાં તેનું સારું ઉત્પાદન થાય છે. સીટ્રસ ફ્રૂટ સલાડ ટ્રી પર લીંબુ, નારંગી, ગ્રેપફ્રૂટ, ટૈંગલો, પોમેલો, મેન્ડરિન વગેરે ઉગાડવામાં આવે છે. મલ્ટી એપલ ટ્રીમાં પીળા અને લાલ સફરજન જેવા વિવિધ પ્રકારના સફરજન ઉગાડવામાં આવે છે. મલ્ટી નાશી ટ્રીમાં ઘણા પ્રકારનાં નાશપતીની ઉપજ હોઈ શકે છે.

ફાયદા 
ફ્રૂટ સલાડ ટ્રીનો સૌથી મોટો ફાયદો એ છે કે નાની જગ્યા પર અનેક ફળ ઉગાડી શકાય છે. જોકે આમા ખામીઓ પણ છે. એક વૃક્ષ પર અલગ અલગ પ્રજાતિના ફળ જેવું કે કેળા અને સફરજન નથી ઉગાડી શકાતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube