નવી દિલ્હી: પાકિસ્તાને આખરે ભારતના દબાણ આગળ નતમસ્તક થવું જ પડ્યું. પાકિસ્તાનમાં એક શીખ યુવતીને જબરદસ્તીથી મુસ્લિમ ધર્મ સ્વીકાર કરાવવાના મામલે પાકિસ્તાને ભારતના દબાણમાં 8 લોકોની ધરપકડ કરી છે. આ સાથે જ પીડિત યુવતીને તેના પરિવારને પણ સોંપી દેવાઈ છે. છોકરી નનકાના સાહિબ સ્થિત પોતાના ઘરે પહોંચી ગઈ છે. અત્રે જણાવવાનું કે આ ઘટના બાદથી જ પાકિસ્તાનમાં શીખ સમુદાયનો આક્રોશ ફાટી નીકળ્યો છે. ભારતમાં પણ તેના ઘેરા પડઘા પડ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાન: બંદૂકની અણીએ શીખ યુવતીનું અપહરણ કરી ઈસ્લામ ધર્મ કબુલ કરાવ્યો


પાકિસ્તાનમાં શીખ યુવતીના ધર્મ પરિવર્તનનો મામલો તૂલ પકડતા જોઈને પાકિસ્તાનના પંજાબ પ્રાંતની સરકારે તેની તપાસના આદેશ આપ્યા છે. આ માટે 3 સભ્યોની ઉચ્ચ સ્તરની કમિટી રચવામાં આવી છે. પાકિસ્તાનના પંજાબના ગવર્નરે લાહોરમાં પીડિતાના પરિવારજનો સાથે મુલાકાત કરી. 


પાકિસ્તાનમાં શીખ સમુદાયની યુવતીના અપહરણને લઈને ઈમરાન સરકાર પર અલ્પસંખ્યકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. પાકિસ્તાન શીખ કાઉન્સિલના સભ્યોનું કહેવું છે કે પાકિસ્તાનમાં કોઈ સુરક્ષિત નથી. શીખ યુવતી પર અત્યાચાર વિરુદ્ધ ભારતમાં પણ આક્રોશ ફાટી નીકળ્યો છે. દેશના અલગ અલગ ભાગોમાં પાકિસ્તાન વિરુદ્ધ પ્રદર્શન થઈ રહ્યાં છે. 


પાકિસ્તાનમાં શીખ યુવતીનું ધર્મપરિવર્તન, કેપ્ટને કહ્યું-'ઈમરાન કરે કડક કાર્યવાહી'


અત્રે જણાવવાનું કે પાકિસ્તાનમાં હિન્દુ યુવતીઓના જબરદસ્તીથી ધર્મપરિવર્તનના અહેવાલો બાદ હવે શીખ યુવતીને પણ જબરદસ્તીથી ઈસ્લામ કબુલ કરાવવાનો મામલો સામે આવ્યો છે. એવું કહેવાઈ રહ્યું છે કે કેટલાક યુવકોએ શીખ યુવતીને બંદૂકની અણીએ ઉઠાવી જઈ તેને ઈસ્લામ કબુલ કરાવ્યો અને તેનો આખો વીડિયો પણ બનાવ્યો. ટ


પાકિસ્તાનના નાનકાના સાહિબમાં ગુરુદ્વારા તંબી સાહિબના એક ગ્રંથીની પુત્રી છેલ્લા 3 દિવસથી ગુમ હતી. ગુરુવારે એક મુસ્લિમ યુવતી સાથે લગ્ન કરવા અને ઈસ્લામ ધર્મ અપનાવ્યા બાદ યુવતી સામે આવી હતી. 


જુઓ LIVE TV


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...