પાકિસ્તાનમાં શીખ યુવતીનું ધર્મપરિવર્તન, કેપ્ટને કહ્યું-'ઈમરાન કરે કડક કાર્યવાહી'

પાકિસ્તાનમાં શીખ યુવતીના અપહરણ બાદ તેનું જબરદસ્તીથી ધર્મપરિવર્તન કરાવી દઈ મુસ્લિમ બનાવવાના મામલે પંજાબના સીએમ કેપ્ટન અમરિન્દર સિંહે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સાથે વાત કરી છે.

પાકિસ્તાનમાં શીખ યુવતીનું ધર્મપરિવર્તન, કેપ્ટને કહ્યું-'ઈમરાન કરે કડક કાર્યવાહી'

નવી દિલ્હી: પાકિસ્તાનમાં શીખ યુવતીના અપહરણ બાદ તેનું જબરદસ્તીથી ધર્મપરિવર્તન કરાવી દઈ મુસ્લિમ બનાવવાના મામલે પંજાબના સીએમ કેપ્ટન અમરિન્દર સિંહે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સાથે વાત કરી છે. કેપ્ટન અમરિન્દર સિંહે તેમને આ ઘટનાના દોષિતો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનું કર્યું છે. કેપ્ટન અમરિન્દર સિંહે શીખ યુવતીનું અપહરણ કરીને તેને મુસ્લિમ બનાવવાના મામલાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો છે. મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરે વિદેશ મંત્રી એસ જયશંકરને આ મામલો પાકિસ્તાની વિદેશ મંત્રી સમક્ષ કડકાઈથી રજુ કરવાની અપીલ કરી છે. 

આ બાજુ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશકુમારે કહ્યું કે પાકિસ્તાનમાં અલ્પસંખ્યકો સાથે આવી ઘટનાઓ સતત ઘટી રહી છે. આ ઘટના પણ તેનો જ એક ભાગ છે. પાકિસ્તાનની કેટલીક જવાબદારીઓ બને છે. પાકિસ્તાન બીજા પર સવાલ ઉઠાવતા પહેલા પોતાના ઘરમાં જુએ, જેમાં આગ લાગી છે. 

— Capt.Amarinder Singh (@capt_amarinder) August 30, 2019

અત્રે જણાવવાનું કે પાકિસ્તાનમાં હિન્દુ યુવતીઓના જબરદસ્તીથી ધર્માંતરણના અહેવાલો બાદ હવે શીખ યુવતીના જબરદસ્તીથી ઈસ્લામ કબુલ કરવાનો મામલો સામે આવ્યો છે. એવું કહેવાઈ રહ્યું છે કે કેટલાક યુવકોએ શીખ યુવતીને બંદૂકની અણીએ ઉઠાવી જઈ તેને ઈસ્લામ કબુલ કરાવ્યો અને તેનો આખો વીડિયો પણ બનાવ્યો. 

પાકિસ્તાનના નાનકાના સાહિબમાં ગુરુદ્વારા તંબી સાહિબના એક ગ્રંથીની પુત્રી છેલ્લા 3 દિવસથી ગુમ હતી. ગુરુવારે એક મુસ્લિમ યુવતી સાથે લગ્ન કરવા અને ઈસ્લામ ધર્મ અપનાવ્યા બાદ યુવતી સામે આવી છે. 

સામે આવેલા વીડિયોમાં એક મૌલવી જાગીર  કૌરને આયેશા કહીને બોલાવી રહ્યો છે જો કે તે તેના પિતાનું નામ બરાબર બોલી રહ્યો છે. ત્યારબાદ મૌલવી એમ પણ કહેતો સાંભળવા મળ્યો કે તમે તમારી મરજીથી ઈસ્લામ ધર્મ કબુલી રહ્યાં છો અને આ યુવક સાથે લગ્ન કરી રહ્યાં છો. આ સમગ્ર વીડિયોમાં છોકરી એકદમ ડરેલી જોવા મળે છે. તેની સાથે બેઠેલો યુવક આ યુવતી સાથે લગ્ન કરવા માટે સહમતિ વ્યક્ત કરતો જોવા મળે છે. 

જુઓ LIVE TV

એફઆઈઆર મુજબ 6 લોકોએ ગ્રંથીની પુત્રી જાગીર કૌરને બંદૂકની અણીએ 27-28 ઓગસ્ટની રાતે ઉઠાવી હતી પરંતુ અત્યાર સુધી તેને શોધવા માટે પોલીસે કશું કર્યું નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news