નવી દિલ્હી: શ્રીલંકાની રાજધાની કોલંબો આજે સીરિયલ બોમ્બ વિસ્ફોટથી ધણધણી ઉઠ્યું છે. સાતમો અને આઠમો બોમ્બ વિસ્ફોટ થોડા સમયના અંતરે જ થયો. સાતમા બોમ્બ વિસ્ફોટમાં 2 લોકોના મોત થયા જ્યારે આઠમા બોમ્બ વિસ્ફોટમાં કોઈ જાનહાનિના અહેવાલ હજુ પ્રાપ્ત થયા નથી. આજ સવારે કોલંબોના ચર્ચ અને ફાઈવ સ્ટાર હોટલોમા થયેલા 6 બોમ્બ વિસ્ફોટ થયા હતાં. અત્યાર સુધી મૃત્યુઆંક 207 થયો છે. જેમાં 35 વિદેશી પણ સામેલ છે. આ વિસ્ફોટ ખ્રિસ્તીઓના તહેવાર ઈસ્ટર દરમિયાન કરાયા છે. શ્રીલંકાની પોલીસ હાલ હાઈ એલર્ટ પર છે. આ સાથે જ સેનાને પણ વિસ્તારમાં તહેનાત કરાઈ છે. આ બોમ્બ વિસ્ફોટો બાદ શ્રીલંકન સરકારે રવિવાર સાંજે 6 કલાકથી સોમવાર સવાર 6 કલાક સુધી સમગ્ર દેશમાં કરફ્યુ જાહેર કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્યાર સુધી આ સીરિયલ બોમ્બ વિસ્ફોટોમાં 207 લોકોના મોત થયા છે. જેમાં 35 જેટલા વિદેશીઓ પણ સામેલ છે. 500થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. અત્રે જણાવવાનું કે ઈસ્ટરના અવસર પર રવિવારે શ્રીલંકામાં સીરિયલ બોમ્બ વિસ્ફોટ થયા. શ્રીલંકા પોલીસને આ અગાઉ છ જગ્યાઓ પર વિસ્ફોટની સૂચના મળી હતી. છ બોમ્બ વિસ્ફોટોમાંથી 3 કોલંબોના ચર્ચ અને 3 વિસ્ફોટ હોટલોમાં થયા હતાં. આ 6 વિસ્ફોટોમાં 160 લોકોના મોત થયા હતાં. આ સાથે જ તેમાં 300થી વધુ લોકોના ઘાયલ થવાના અહેવાલ છે. 


શ્રીલંકા સીરિયલ બ્લાસ્ટ: 35 વિદેશીઓ સહિત 156 લોકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યો શોક


અત્રે જણાવવાનું કે ઈસ્ટરના અવસર પર રવિવારે શ્રીલંકામાં સીરિયલ બોમ્બ વિસ્ફોટ થયા છે. શ્રીલંકા પોલીસને આ અગાઉ છ જગ્યાઓ પર વિસ્ફોટની સૂચના મળી હતી. છ બોમ્બ વિસ્ફોટોમાંથી 3 કોલંબોના ચર્ચ અને 3 વિસ્ફોટ હોટલોમાં થયા હતાં. આ 6 વિસ્ફોટોમાં 160 લોકોના મોત થયા હતાં. બ્લાસ્ટ બાદ શ્રીલંકાની સરકારે સોશિયલ મીડિયા અને મેસેજિંગ સર્વિસ પર પ્રતિબંધ લગાવ્યો છે. સરકારે નાઈટ કર્ફ્યુની પણ જાહેરાત કરી છે. અત્યાર સુધી કોઈ પણ આતંકી સંગઠને આ વિસ્ફોટોની જવાબદારી લીધી નથી. 


જુઓ LIVE TV


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...