શ્રીલંકામાં શ્રેણીબદ્ધ 8 વિસ્ફોટ, 207થી વધારે લોકોનાં મોત, શ્રીલંકામાં અરાજક સ્થિતી
કોલંબો અને શ્રીલંકાના ઘણા વિસ્તારોમાં ઇસ્ટર પર્વ દરમિયાન બોમ્બ બ્લાસ્ટના સમાચાર છે. રિપોર્ટ્સ અનુસાર શ્રીલંકામાં પાંચ બ્લાસ્ટ થયા હતા જેમાંથી ત્રણ ચર્ચમાં, જ્યારે બે અન્ય હોટલોમાં થયા હતા. આ બ્લાસ્ટમાં 200થી વધુ લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે.
Trending Photos
કોલંબો: શ્રીલંકામાં રવિવારે ઇસ્ટરના દિવસે એક પછી એક થયેલા આઠ બોમ્બ બ્લાસ્ટમાં ઓછામાં ઓછા 207 લોકોના મોત નિપજ્યા છે અને 400થી વધુ લોકો ઘાયલ થયા છે. તેમાંથી મોટાભાગના વિસ્ફોટો રાજધાનીમાં થયા છે. શ્રીલંકાની રાજધાની કોલંબોમાં રવિવારે બપોરે 8મો બ્લાસ્ટ થયો છે. કોલંબોમાં બપોરે 7મો અને 8મો બોમ્બ બ્લાસ્ટ થોડા સમયના અંતરે થયો છે. 7મા બ્લાસ્ટમાં 2 લોકોના મોત નિપજ્યા છે. શ્રીલંકા પોલીસના અનુસાર આઠમો બ્લાસ્ટ આત્મઘાતી વિસ્ફોટ હતો જેમાં ત્રણ પોલીસકર્મીના મોત નિપજ્યા છે. શ્રીલંકાની સરકારે દેશમાં શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ બાદ રાત્રે કર્ફ્યૂ લગાવવાનો આદેશ આપ્યો છે. રક્ષા મંત્રાલયે કહ્યું કે કર્ફ્યૂ સાંજે છ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી રહેશે. આ દરમિયાન રાજધાનીમાં વિભિન્ન ધાર્મિક સ્થળોની આસપાસ સુરક્ષા વ્યવસ્થા આકરી કરી દેવામાં આવી છે.
શ્રીલંકાનાં ઇસ્ટર દરમિયાન 8 બોમ્બ વિસ્ફોટ થયા છે. વિસ્ફોટ ત્રણ ચર્ચ અને 4 હોટલમાં થયો. ઘટનામાં મરનારાઓની સંખ્યા વધીને 207 પર પહોંચી ચુકી છે અને 450થી વધારે ઘાયલ છે. મૃતકોમાં 35 વિદેશી છે. પોલીસે કહ્યું કે, કોલંબોમાં સેંટ એન્થની ચર્ચ, નૌગોંબોમાં સેંટ સેબેસ્ટિયન ચર્ચ અને બટ્ટિકલોબામાં એક ચર્ચને નિશાન બનાવવામાં આવ્યું. આ ઉપરાંત હોટલ શાંગ્રી-લાા, સિનામોન ગ્રૈંડ અને કિંગ્સબરીમાં પણ વિસ્ફોટ થયો છે.
દેશમાં કર્ફ્યું લગાવી દેવાયો છે. જે આગામી આદેશ સુધી ચાલુ રહેશે. સાથે જ સુરક્ષાદળોને આગામી 10 દિવસ સુધી હાઇએલર્ટ પર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. બીજી તરફ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ તત્કાલ પ્રભાવથી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. સુરક્ષા અધિકારીએ કહ્યું કે, તેમને શંકા છે કે આત્મઘાતી હુમલાખોર દ્વારા બે ચર્ચોમાં વિસ્ફોટ કરવામાં આવ્યો છે. અધિકારીઓનાં અનુસાર ઠાર મરાયેલા લોકોમાં 35 નાગરિકોનો પણ સમાવેશ થાય છે, જો કે હાલ તેમની નાગરિકતા અંગે માહિતી મળી શકી નથી. આ મુદ્દે સાત આરોપીઓની ધરપકડ થયાની વાત સામે આવી છે.
શ્રીલંકાના વડાપ્રધાને ઘટનાની નિંદા કરી
શ્રીલંકાના વડાપ્રધાન રાનિલ વિક્રમ સિંઘેએ કહ્યું કે, આજે અમારા લોકોપર કાયરતાપુર્ણ હૂમલાની નિંદા કરૂ છું. હું આ દુખદ સમયમાં તમામ શ્રીલંકન લોકોને એક રહેવાનું આહ્વાન કરુ છું. કૃપા અટકળો અને પ્રચારથી બચો. સરકાર આ સ્થિતીને અટકાવવા માટે તત્કાલ પગલાઓ ઉઠાવી રહી છે.
વિસ્ફોટમાં મૃતકોની સંખ્યા સતત વધી રહી છે. બીચી તરફ વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેએ ઇમરજન્સી બેઠક બોલાવી છે. શ્રીલંકાના ઇકોનોમિક રિફોર્ટ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન મિનિસ્ટર હર્ષા ડિસિલ્વાએ કહ્યું કે, ભયાનક દ્રશ્ય. ઇમરજન્સી દળો સંપુર્ણ શક્તિ સાથે તમામ સ્થલો પર છે. અમે અનેક ઘાયલોને હોસ્પિટલ લઇ ગયા. આશા છે કે તમામનાં જીવ બચી ગયા હશે. બીજી તરફ સેનાએ 200 સૈનિકોને આ વિસ્તારમાં ફરજંદ કરી દીધા છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેનાએ લોકોને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી છે. સાથે જ તેમણે લોકોને તપાસમાં સહયોગ કરવાની પણ અપીલ કરી. રાષ્ટ્રપતિએ અધિકારીઓની તપાસ કરવા અને હુમલાખોરોને શોધવાનો આદેશ આપ્યો છે. સોશિયલ મીડિયા મંચોને બ્લોક કરવાનો નિર્ણય
રાષ્ટ્રપતિના સચિવ ઉદય આર સેનાવિરત્ને દ્વારા જાહેર એક વિજ્ઞપ્તિમાં જણાવવામાં આવ્યું છે કે સરકારે ખોટી સૂચનાના પ્રસારને રોકવા માટે બધા સોશિયલ મીડિયા મંચોને બ્લોક કરવાનો નિર્ણય કર્યો છે. વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘે વિસ્ફોટોની શરૂઆતી તપાસનું વિવરણ જણાવ્યું નથી અને કહ્યું કે પોલીસ પછી જાણકારી આપશે. તેમણે પત્રકારોને કહ્યું ''પોલીસ તમને તપાસ બાદ જાણકારી આપશે. પોલીસ અને સુરક્ષાબળોને નિર્દેશ આપ્યા છે કે તે અપરાધીઓ વિરૂદ્ધ કેદ દાખલ કરે.''
Another bomb exploded #srilanka pic.twitter.com/cJ9qgpMKRB
— Ramika manamperi (@Ramika37712177) April 21, 2019
શ્રીલંકામાં રવિવારે થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોથી 10 દિવસ પહેલાં દેશના પોલીસ પ્રમુખે ચેતાવણી જાહેર કરીને કહ્યું હતું કે આત્મઘાતી હુમલાવર 'મુખ્ય ગિરાજાધરો'ને નિશાન બ અનાવી શકે છે. પોલીસ પ્રમુખ પી. જયસુંદરાએ 11 એપ્રિલના રોજ એક ગુપ્તચર ચેતાવણી ટોચના અધિકારીઓને મોકલી હતી. સોશિયલ મીડિયા પર બોમ્બ બ્લાસ્ટના કેટલાક વિડીયો પણ સામે આવ્યા છે. તેમાં જોઇ શકાય છે કે ધમાકા બાદ એક ચર્ચની છત ઉડી ગઇ. સાથે જ ચર્ચની દિવાલો પણ ક્ષતિગ્રસ્ત થઇ છે. લોકોમાં હાહાકાર મચી ગઇ હતી. જોકે ઝી ન્યૂઝ ઇન વીડિયોની પુષ્ટિ કરતું નથી.
ઇસ્ટર (Easter 2019)ના અવસર પર શ્રીલંકા (Sri Lanka) માં સીરિયલ બ્લાસ્ટ (Serial blasts) થયા છે. શ્રીલંકા પોલીસ દ્વારા નિવેદન જાહેર કરીને કહેવામાં આવ્યું છે કે છ જગ્યાએ બ્લાસ્ટની સૂચના મળી છે. કહેવામાં આવી રહ્યું છે કે કોલંબોના 3 ચર્ચમાં બ્લાસ્ટ થયા છે. આ ઉપરાંત 3 હોટલોમાં પણ વિસ્ફોટ થયા છે. શ્રીલંકાના મીડિયાના હવાલેથી ન્યૂઝ એજન્સી ANIનું કહેવું છે કે 156 લોકોથી વધુના મોત થયા છે અને 300થી વધુ લોકો ઘાયલ થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે કોલંબો (Colombo)માં 40, નિગોંબો (Negombo) માં 62 અને બાટિકાલો (Baticaloa) માં 27 લોકોના મોત નિપજ્યા છે. પોલીસનું માનવું છે કે ઘાયલોની સંખ્યા વધી શકે છે. આ બ્લાસ્ટ તે સમયે થયો છે જ્યારે ચર્ચમાં ઇસ્ટરના અવસર પર પ્રાર્થના સભા ચાલી રહી હતી.
શ્રીલંકાના ઘણા અહેવાલો અનુસાર બટિકાલોઆ, નેગોમબો અને કોલંબોના ચર્ચમાં અને હોટલ શાંગરી લા અને કિંગ્સબરી સહિત હોટલોમાં બ્લાસ્ટ થયા છે. બ્લાસ્ટ તે સમયે થયો જ્યારે ઇસ્ટરની પ્રાર્થના માટે લોકો ચર્ચમાં એકઠા થયા હતા. પોલીસે જણાવ્યું કે સ્થાનિક સમયનુસાર પ્રથમ બ્લાસ્ટ 8:45 વાગે થયો. જે ચર્ચોને નિશાન બનાવવામાં આવી છે, તેમાંથી એક રાજધાનીના ઉત્તરી ભાગમાં છે અને બીજી કોલંબોની બહાર નેગોમ્બો કસ્બામાં જણાવવામાં આવી રહ્યું છે. લોકોએ આ દરમિયાન ટ્વિટર પર સેંટ એંથનીના ચર્ચના ફોટા અપલોડ કર્યા છે, જેમાં જમીન પર કાટમાળ વિખરાયેલો પડ્યો છે અને લોકો ઇજાગ્રસ્તોની મદદમાં કરી રહ્યા છે.
Bomb blasts in colombo Church #Ester #Srilanka pic.twitter.com/79OSeKHdNa
— Honey Badger (@HoneyBadgerRulz) April 21, 2019
Enna nadanthuchu nu therila
Ambulance la irakkittu irukkanuga hospital la .... pic.twitter.com/Qot8WZC4wJ
— Thala Aravinth MI™️ (@thalaaravin2) April 21, 2019
બ્લાસ્ટ બાદ શહેરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. એમ્બુલન્સની મદદ વડે ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવામાં આવી રહ્યા છે. સ્થિતિને નિયંત્રણમાં કરવા માટે મોટી સંખ્યામાં સુરક્ષાબળો રોડ અને ઘટનાસ્થળ પર પહોંચી ગયા છે.
શ્રીલંકા પોલીસના પ્રવક્તા રૂવાન ગુનાશેખરા (Ruwan Gunasekera) એ જણાવ્યું કે સવારે લગભગ 8:45 વાગે ચર્ચમાં બ્લાસ્ટના પ્રથમ સમાચાર મળ્યા હતા. આ બ્લાસ્ટ કોલંબોના કોચ્ચિકાડે વિસ્તારમાં સેંટ એંટોની ચર્ચમાં થયો હતો. બ્લાસ્ટના સમયે ચર્ચમાં હાજર કેટલાક લોકોએ ફેસબુક પર બ્લાસ્ટની સુચના આપી અને મદદની અપીલ કરી. ત્યારબાદ પોલીસ અને સ્થાનિક વહિવટી તંત્રએ રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દીધું.
#WATCH: PM Narendra Modi in Chittorgarh,Rajasthan, says, "India stands with the citizens of Sri Lanka, in such a crisis India will do whatever it can to help Sri Lanka." #SriLankaBlasts pic.twitter.com/T2eHlxFpGK
— ANI (@ANI) April 21, 2019
શ્રીલંકામાં ભારતીય એંબેસીનો નંબર
હાલમાં જો તમારા સંબંધીઓ અથવા પરિચિતો શ્રીલંકામાં રહે છે તો તમે સીરિયલ બ્લાસ્ટ બાદ ચિંતા અનુભવી રહ્યા છો તો સીધા કોલંબો વાત કરીને તમે તમારા મનને શાંત કરી શકો છો. કોલંબોમાં હાલ ભારતીય એંબેસીએ હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે, જે આ પ્રકારે છે- +94777903082 +94112422788 +94112422789.
વિદેશ મંત્રી સુષમા સ્વરાજે ટ્વિટ કરી જાણકારી આપી છે કે તે કોલંબોમાં ભારતીય એંબેસી સાથે સતત સંપર્કમાં છે. તેમણે આશ્વાસન આપ્યું છે કે તે શ્રીલંકામાં દરેક ભારતીયની સુરક્ષાને લઇને ચિંતામાં છે અને તેમની સુરક્ષાની જાણકારી પ્રાપ્ત કરી રહી છે.
Enna nadanthuchu nu therila
Ambulance la irakkittu irukkanuga hospital la .... pic.twitter.com/Qot8WZC4wJ
— Thala Aravinth MI™️ (@thalaaravin2) April 21, 2019
શ્રીલંકાની 3 ચર્ચ અને 3 હોટલો બ્લાસ્ટના સમાચાર છે. ન્યૂઝ એજન્સી રોયટર્સે સ્થાનિક મીડિયાના હવાલેથી આ બ્લાસ્ટમાં ઓછામાં ઓછા 20 લોકોના મોત અને 160 લોકોને ઇજા પહોંચી હોવાની વાત કહી છે. સ્થાનિક વહિવટીતંત્રનું કહેવું છે કે તેમની ટીમના લોકો તેમાં થયેલા નુકસાન વિશે જાણકારી પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તો બીજી તરફ કોલંબોની નેશનલ હોસ્પિટલનું કહેવું છે કે આ બ્લાસ્ટમાં ઓછામાં ઓછા 80 લોકો ઘાયલ થયા છે. આ બ્લાસ્ટ તે સમયે થયો જ્યારે ઇસ્ટરની પ્રાર્થના માટે લોકો ચર્ચમાં એકત્રિત થયા હતા. પોલીસે જણાવ્યું કે સ્થાનિક સમયાનુસાર પહેલો બ્લાસ્ટ સવારે 8:45 વાગે થયો. હજુ સુધી કોઇ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી.
સ્થાનિક મીડિયાનું કહેવું છે કે બે મોટી હોટલોએ બ્લાસ્ટની પુષ્ટિ કરી છે, પરંતુ આ અંગે વધુ જાણકારી આપી નથી. સ્થાનિક પોલીસ જણાવ્યું કે હજુ સુધી સ્પષ્ટ થયું નથી કે બ્લાસ્ટમાં કેટલા લોકોના મોત નિપજ્યા છે. જે ચર્ચોને નિશાન બનાવવામાં આવી છે, તેમાંથી એક રાજધાનીના ઉત્તરી ભાગમાં છે અને બીજી કોલંબોના બહાર નેગોમ્બો કસ્બામાં હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે