નવી દિલ્હી: જો તમે પણ નૂડલ્સ (Noodles) ના શોખીન હોવ તો સાવધાન થઈ જજો. કારણ કે જીવ જોખમમાં મૂકાઈ શકે છે. આ કોઈ વાર્તા નથી પરંતુ સચ્ચાઈ છે. આવો જ એક મામલો ચીનથી સામે આવ્યો છે. જ્યાં નૂડલ સૂપ(Noodle Soup) પીવાથી એક જ પરિવારના 9 લોકોના મૃત્યુ થયા. જ્યારે અન્ય 3 લોકોની સ્થિતિ ગંભીર હોવાનું કહેવાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોટો આંચકો, આ દેશમાં  Covid-19 ની રસીના પરીક્ષણ દરમિયાન Volunteer નું મોત થતા હડકંપ


આ ઘટના 5 ઓક્ટોબરની છે. ચીનમાં એક જ પરિવારે નાશ્તામાં નૂડલ્સ સૂપ પીધો હતો. મળતી માહિતી મુજબ સૂપ પીધો તેના ગણતરીના કલાકોમાં લોકોનું સ્વાસ્થ્ય બગડવા લાગ્યું. ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા. પરંતુ સારવાર દરમિયાન 9 લોકોના મોત થયા. ડોક્ટરોએ મોતનું કારણ એક્સપાયરી ડેટવાળા સૂપના સેવનનું ગણાવ્યું. જે સૂપ એ લોકોએ પીધો હતો તે કોર્ન ફ્લોરથી તૈયાર કરાયો હતો અને પેકિંગ બાદ લગભગ એક વર્ષથી ફ્રિઝરમાં મૂકેલો હતો. પરંતુ તે પરિવારે એક્સપાયરી ડેટ વગેરે પર ધ્યાન આપ્યું નહીં જે તેમની સૌથી મોટી ભૂલ સાબિત થઈ. 


બ્લાઈન્ડ ડેટ પર જતા પ્રેમીઓ સાવધાન...પ્રેમીને થયો એવો ખતરનાક અનુભવ, ઊભી પૂંછડીએ ભાગી ગયો


બોન્ગક્રેકિક એસિડના કારણે થયું મોત
લેબમાં સૂપના ટેસ્ટિંગથી જાણવા મળ્યું કે તેમા બોન્ગક્રેકિક એસિડની માત્રા ખુબ હતી. જેના કારણે ફૂડ પોઈઝનિંગ થયું અને બધાના મૃત્યુ થયા. જાણકારોનું માનીએ તો બોન્ગક્રેકિક એસિડ મેંદો અને ચોખા સંબંધિત ફૂડ આઈટમ્સમાં જોવા મળે છે. તે ખુબ ઝેરી હોય છે. બોન્ગક્રેકિક એસિડ જે ફૂડ આઈટમમાં હોય છે તેને ગરમ કર્યા બાદ પણ તેની અસર ખતમ થતી નથી. આ બોન્ગક્રેકિક એસિડે જ ઘરમાં રાખેલા નૂડલ સૂપને ઝેરીલો બનાવી દીધો હતો. 


મરઘી સાથે યુવકે બનાવ્યો શારીરિક સંબંધ, પત્નીએ બનાવી લીધો VIDEO


એક્સપર્ટે જણાવી આ વાત
ન્યૂટ્રિશનિસ્ટ ડોક્ટર શીખા શર્માનું કહેવું છે કે કોઈ પણ પ્રોડક્ટનું સેવન કરતા પહેલા તેની એક્સપાયરી જરૂર જોઈ લેવી જોઈએ અને આ સાથે જ ઘરમાં ઘણા સમયથી સંગ્રહ કરી રાખેલી ખાવાની વસ્તુના ફૂડ પેકેટનું સેવન પણ હાનિકારક થઈ શકે છે. ખાસ કરીને જો તે લિક્વિડ પ્રોડક્ટ હોય તો બિલકુલ ન ખાઓ. એક્સપાયરી ડેટથી વધુ સમય વીતી જાય તો ખાદ્ય પદાર્થ ઝેરી બની જાય છે. તેમાં એસિડ બનવા લાગે છે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube