9 વર્ષના બાળકે કર્યું ગ્રેજ્યુએશન, જાણો નાની ઉંમરે મોટી સફળતા મેળવનાર બાળક વિશે
કેટલાક એવા બાળકો હોય છે જેઓ નાની ઉંમરે મોટી સફળતા મેળવીને સૌ કોઈને ચોંકાવતા હોય છે. આ એવા બાળકો હોય છે જેઓ નાની ઉંમરે મેળવી સિદ્ધિઓ મોટી ઉંમરના લોકો પણ નથી મેળવી શકતા. આવા જ એક બાળક સાથે આજે તમને રૂબરૂ કરાવીશું.
નવી દિલ્હીઃ અમેરિકાના પેન્સિલવેનિયાનો 9 વર્ષના બાળકે સ્નાતકની ડિગ્રી મેળવી સૌને ચોંકાવી દીધા છે. આ 9 વર્ષની ઉંમરે ગ્રેજ્યુએટ થયેલા બાળકનું નામ છે ડેવિડ બાલોગુન. ડેવિડે તેની સિદ્ધિઓનો શ્રેય તેના શિક્ષકોને આપ્યો છે. ખાસ કરીને તેણે સૌથી વધુ શ્રેય વિજ્ઞાન અને કોમ્પ્યુટર પ્રોગ્રામિંગના શિક્ષકોને આપ્યો છે. એક રિપોર્ટ મુજબ ડેવિડ બાલોગુને કહ્યું કે તે એસ્ટ્રોફિઝિસિસ્ટ બનવા માંગે છે. જેતી તે હવે બ્લેક હોલ અને સુપરનોવા માટે તૈયારી કરવા માંગે છે.
3 વર્ષમાં શાળાનો અભ્યાસ કર્યો પૂર્ણ-
ડેવિડે લોકડાઉન પહેલાં જ શાળામાં અભ્યાસ શરૂ કર્યો હતો. જેમાં તેણે 4.0થી વધુ GPA સાથે ત્રણ વર્ષથી ઓછા સમયમાં શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. ડેવિડની માતા રોન્યા બાલોગુનએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે જ્યારે અમે ડેવિડને પહેલા ધોરણમાં પ્રવેશ અપાવ્યો ત્યારે તે ગણિત અને અંગ્રેજીમાં બીજા ધોરણમાં હતો. જેથી ડેવિડે માત્ર અઢી વર્ષમાં હાઈસ્કૂલનો અભ્યાસ પણ પૂર્ણો કર્યો છે. ડેવિડ બાલોગુન બેન્સલેમમાં તેના પરિવાર સાથે રહે છે. ડેવિડે હેરિસબર્ગની રીચ સાયબર ચાર્ટર સ્કૂલ અને તેની જ હાઇ સ્કૂલમાં ઓનલાઈન અભ્યાસ પૂર્ણ કર્યો છે.
6 વર્ષની ઉંમરે ગ્રેજ્યુએશન રેકોર્ડ-
નાની ઉંમરે ગ્રેજ્યુએશન કરવાન ડેવિડ પહેલો બાળક નથી. અગાઉ 6 વર્ષની ઉંમરે ગ્રેજ્યુએશન કરવાનો પણ રેકોર્ડ છે. ડેવિડ કરતા નાના વિદ્યાર્થિની માઈકલ કેર્નીએ 1990માં 6 વર્ષની ઉંમરે ગ્રેજ્યુએશનનો રેકોર્ડ બનાવ્યો હતો. માઈકલ કેર્નીની આ ખાસ સિદ્ધિ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલી છે. અત્યાર સુધી આ રેકોર્ડ કોઈ તોડી શક્યું નથી. જો કે ડેવિડે પુલિત્ઝર પુરસ્કાર વિજેતા પત્રકાર રોનન ફેરોને પાછળ છોડી દીધો છે. રોનન ફેરોએ 11 વર્ષની ઉંમરે સ્નાતકની ડિગ્રી મેળવી હતી. જેને ડેવિડે 9 વર્ષની ઉંમરે ડિગ્રી મેળવી પાછળ છોડી દિધા છે