ઝી બ્યૂરો, અમદાવાદઃ વિશ્વમાં ભલા કામ માટે લોકો ઘણુ બધુ કરતા હોય છે. ઘણા લોકો અનશન કરે છે જેથી કરીને ગરીબ લોકોને ખાવાનું મળી શકે. પરંતુ અમેરિકામાં એક વ્યક્તિએ લોકોની મદદ માટે અનોખો ડાયટ પ્લાન અપનાવ્યો છે. આ વ્યક્તિ 46 દિવસ સુધી માત્ર બિયર પીવાનો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્થાનિક લોકોની મદદ માટે બીયર પીશે
સુત્રો તરફથી મળેલી માહિતી અનુસાર આ વ્યક્તિનું નામ Del Hall છે. અને સ્થાનીય સર્વિસ ઈંડસ્ટ્રીમાં કામ કરવાવાળા લોકોની મદદ કરવા આ ડાયટ પ્લાન તૈયાર કર્યો છે. ડેલ ખુદ બ્રુઅરી ઓનર છે.


તમામ ડોનેશન લોકોને આપવામાં આવશે
આ ડાયટ પ્લાન દરમિયાન જેટલુ પણ ડોનેશન આવશે તે બાર અને રેસ્ટોરન્ટમાં કામ કરનાર લોકોને આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના કાળમાં આ લોકોની હાલત ખરાબ હતી. આ વાતનું ધ્યાન રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો.


7 લાખ રૂપિયા ઉભા કર્યા
એવુ નથી કે આ વ્યક્તિ પહેલી વખત આ ડાયટ કરે છે. વર્ષ 2020માં 10 હજાર ડોલર એટલે કે 7 લાખ રૂપિયા આસપાસ ઉભા કર્યા હતા. આ રૂપિયાની લોકલ ચેરિટી કરી હતી.


હવે 36 લાખ રૂપિયા ઉભા કરશે
17 ફેબ્રુઆરીથી  Del Hall એ લેટેસ્ટ ડાયટ શરૂ કર્યો છે. જે 4 એપ્રિલ સુધી ફોલો કરવામાં આવશે. આ દરમિયાન આ વ્યક્તિ માત્ર બિયર જ પીશે. વર્ષ 2021માં તે 18 કિલો વજન ઘટાડવાનું ઈચ્છે છે સાથે સાથે 36 લાખ રૂપિયાની મદદ પણ કરવા ઈચ્છે છે.
Del Hall 46 દિવસોમાં કંઈ જ નહીં ખાય. માત્ર બિયર જ પીશે. આપને જણાવી દઈએ કે તે વેબેરિયન મોન્ક્સની પ્રભાવિત છે. 18મી સદીમાં તે ઉપવાસ કરતા હતા.