હોંગકોંગઃ હોંગકોંગના યુઈન લોંગ જિલ્લામાં એક રેલવે સ્ટેશન પર ચહેરો ઢાંકીને આવેલા સશસ્ત્ર લોકોની એક ભીડે ત્યાં હાજર લોકો પર લાકડીઓ વડે હુમલો કરી દીધો. બીબીસીના રિપોર્ટ અનુસાર, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા ફૂટેજમાં સફેદ ટી-શર્ટ પહેરેલા લોકોએ પ્લેટફોર્મ તથા ટ્રેનના ડબ્બામાં બેસેલા લોકો પર અચાનક જ હુમલો કરી દીધો હતો. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રવિવારની આ ઘટનામાં 36 લોકો ઘાયલ થયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રેલી કાઢ્યા પછી ભીડ પર થયો હુમલો
હોંગકોંગમાં અત્યારે લોકશાહી સમર્થક લોકો દરરોજ સડક પર ઉતરી આવીને ભારે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ ભીડ અનિયંત્રિત થતાં પોલીસે તેને નિયંત્રણમાં લેવા માટે અશ્રુવાયુ અને રબરની ગોળીઓનો ઉપયોગ કર્યો હતો. સરકારે એક નિવેદનમાં જણાવ્યું છે કે, યુઈનમાં કેટલાક લોકોએ એમટીઆર રેલવે સ્ટેશન અને ટ્રેનમાં બેસેલા લોકો પર હુમલો કર્યો હતો. 


કડક પગલાં લેવાશે 
સ્થાનિક અધિકારીએ જણાવ્યું કે, એક સમાજ તરીકે હોંગકોંગ કોઈ પણ પ્રકારની હિંસા સ્વીકારશે નહીં. હોંગકોંગ પોલીસે જણાવ્યું કે, "કેટલાક લોકોએ યુઈન લોંગના એમટીઆર સ્ટેશન પર મુસાફર પર હુમલો કર્યો છે, જેમાં અનેક લોકો ઘાયલ થયા છે." ભીડે એમટીઆર સ્ટેશન પર પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે થયેલી હિંસાના કલાકો પછી રાત્રે 10.30 કલાકે હુમલો કર્યો હતો. 


જૂઓ LIVE TV.....


દુનિયાના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....