જિનિવાઃ કોરોના સંક્રમણ પછી હવે બર્ડ ફ્લૂ દુનિયા માટે એક નવો  ખતરો બની શકે છે. તેને લઈને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ અલર્ટ જાહેર કર્યુ છે. બર્ડ ફ્લૂ એવિયન ઈન્ફ્લૂએન્ઝા ટાઈપ એ વાયરસના સંક્રમણથી થનારી બીમારી છે. આ બીમારી સામાન્ય રીતે પોલ્ટ્રીની સાથે સાથે અન્ય પક્ષીઓ અને સ્તનધારી પ્રજાતિઓને પણ સંક્રમિત કરી શકે છે. જોકે હાલમાં જ WHOના એક એનાલિસીસમાં સામે આવ્યું કે આ બીમારી માણસો માટે પણ ખતરો ઉત્પન્ન કરી શકે છે. WHOના ચીફ ટેડ્રોસ અધાનોમ ગેબ્રેસિયસનું કહેવું છે કે H5N1 25 વર્ષોથી જંગલી પક્ષીઓ અને પોલ્ટ્રીમાં એક મોટાપાયે ફેલાઈ રહ્યો છે. પરંતુ હાલમાં જ સ્તનધારીમાં મળી આવેલ આ ઈન્ફેક્શનની બારીકાઈથી દેખરેખ રાખવાની જરૂરિયાત છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1996માં સામે આવ્યો હતો પહેલો કેસ:
WHOના ચીફ ટેડ્રોસ અધાનોમ ગેબ્રેસિયસે કહ્યું કે 1996માં H5N1નો પહેલો કેસ સામે આવ્યો હતો. અમે H5N1ના માત્ર દુર્લભ અને ઓછા ટ્રાન્સમિશનને મનુષ્યોની વચ્ચે જોયા છે. પરંતુ અમે એ માની શકતા નથી કે સ્થિતિ આવી જ રીતે જળવાઈ રહેશે. આપણે પરિસ્થિતિમાં કોઈપણ પ્રકારના ફેરફાર માટે તૈયાર રહેવું જોઈએ. તેમનું કહેવું છે કે છેલ્લા કેટલાંક અઠવાડિયા દરમિયાન સ્તનધારીઓમાં H5N1 એવિયન ઈન્ફ્લૂએન્ઝા સંક્રમણના અનેક કેસ સામે આવ્યા છે. જેમાં મિંક, ઉદબિલાવ, શિયાળ અને સમુદ્રના સિંહ વગેરેનો સમાવેશ થાય છે. 


આ પણ વાંચોઃ સેટ પર શૂટિંગ કરતી વખતે બુમાબુમ કરવા લાગી હતી પોર્ન સ્ટાર, કરવી પડી હતી દાખલ


WHOએ લોકોને આપી મહત્વની સલાહ:
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું કહેવું છે કે હંમેશાની જેમ લોકોને સલાહ આપવામાં આવે છે કે તે મૃત કે બીમાર જંગલી પશુઓને સ્પર્શ ન કરે. અને તેમને એકઠા પણ ન કરે. પરંતુ તેની જગ્યાએ સ્થાનિક અધિકારીઓને રિપોર્ટ કરે. WHO રાષ્ટ્રીય અધિકારીઓની સાથે કામ કરી રહ્યું છે. જેથી સ્થિતિની બારીકાઈથી જાણકારી મેળવી શકે. અને મનુષ્યોમાં H5N1 સંક્રમણના કેસની સારી રીતે સ્ટડી કરી શકાય. 


બર્ડ ફ્લૂના લક્ષણ:
સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના જણાવ્યા પ્રમાણે બર્ડ ફ્લૂ વાયરસના સંક્રમણથી માણસોમાં બીમારી વિના કોઈ લક્ષણ કે હળવી બીમારીથી લઈને ગંભીર બીમારી સુધી થઈ શકે છે. સ્થિતિ ગંભીર જણાય તો પીડિત દર્દીનું મોત પણ થઈ શકે છે.


આ પણ વાંચોઃ PM Modi ધારે તો અટકી શકે છે રશિયા -યુક્રેન યુદ્ધ, મોદીનું મુરિદ બન્યું અમેરિકા


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube