PM Modi Russia Ukraine War: PM Modi ધારે તો અટકી શકે છે રશિયા -યુક્રેન યુદ્ધ, મોદીનું મુરિદ બન્યું અમેરિકા
Ukraine Crisis: વ્હાઇટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તા જોન કિર્બીએ કહ્યું- યુક્રેની લોકો પર જે કંઈ પસાર થઈ રહ્યું છે, તે માટે એકમાત્ર વ્યક્તિ વ્લાદિમીર પુતિન છે અને તે હજુ તેને રોકી શકે છે.
Trending Photos
વોશિંગટનઃ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને એક વર્ષ થવા જઈ રહ્યું છે. પરંતુ બંને દેશો વચ્ચે યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. દરમિયાન અમેરિકાએ કહ્યું છે કે જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુદ્ધ રોકવા માટે કોઈ પ્રયાસ કરશે તો તેમનું સ્વાગત કરવામાં આવશે. વ્હાઇટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તા જોન કિર્બીએ એક પ્રશ્નના જવાબમાં આ વાત કહી. જોન કિર્બીને પૂછવામાં આવ્યું કે શું પીએમ મોદી પાસે હજુ પણ સમય છે કે તેઓ રશિયન રાષ્ટ્રપતિ પુતિનને યુદ્ધ રોકવા માટે સમજાવે?
આના પર તેણે કહ્યું, 'મને લાગે છે કે પુતિન પાસે હજુ પણ યુદ્ધ રોકવાનો સમય છે. મને લાગે છે કે જો તે ઈચ્છે તો તે હજુ પણ યુદ્ધ રોકી શકે છે.' તેમણે વધુમાં કહ્યું કે જો વડાપ્રધાન મોદી પુતિનને મનાવવાનો પ્રયાસ કરશે તો હું તેમને મનાવવા દઈશ. યુદ્ધને અટકાવી શકે તેવા કોઈપણ પ્રયાસને અમેરિકા આવકારશે. અમેરિકાનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે વડાપ્રધાન મોદીના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે રાષ્ટ્રપતિ પુતિન સાથે એક કલાક લાંબી મુલાકાત કરી હતી.
યુદ્ધ માટે માત્ર પુતિન જ જવાબદાર
જોન કિર્બીએ કહ્યું કે યુક્રેનના લોકો જે સામનો કરી રહ્યા છે તેના માટે માત્ર પુતિન જ જવાબદાર છે. જો પુતિન ઇચ્છે તો તે હવે યુદ્ધ રોકી શકે છે. પરંતુ તેમ કરવાને બદલે તેઓ પાવર સ્ટેશન પર ક્રુઝ મિસાઈલ ફાયર કરી રહ્યો છે. જેથી વીજળી વિના લોકોને વધુ તકલીફ પડી રહી છે. રશિયા અને યુક્રેન યુદ્ધ દરમિયાન પીએમ મોદીએ બંને દેશોના રાષ્ટ્રપતિઓ સાથે વાત કરી હતી.
'આ યુદ્ધનો યુગ નથી'
PM મોદીએ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન 2022માં રાષ્ટ્રપતિ પુતિન સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે આજનો યુગ યુદ્ધનો યુગ નથી. અમે આ મુદ્દા પર તમારી સાથે ફોન પર ઘણી વખત ચર્ચા કરી છે કે લોકશાહી, મુત્સદ્દીગીરી અને વાતચીત દ્વારા જ મુદ્દાઓ ઉકેલી શકાય છે. ઑક્ટોબર 2022 માં, ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરે કહ્યું હતું કે ઝપોરિઝ્ઝ્યા પરમાણુ પ્લાન્ટની નજીક લડાઈ વધી ત્યારે ભારતને મધ્યસ્થી કરવા માટે કહેવામાં આવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે