લંડનઃ બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતીયના તાબૂતને સ્કોટલેન્ડના એડિનબરાથી લંડન લઈ જતા સમયે ટ્રાન્સપોર્ટ વિમાન પર આશરે 60 લાખ લોકોની નજર હતી. ઈતિહાસમાં પ્રથમવાર જોવા મળ્યું છે જ્યારે કોઈ ફ્લાઇટ પર આટલા લાખ લોકોની નજર હતી. લોકો ફ્લાઇટ વિશે સર્ચ કરી રહ્યાં હતા અને ટ્રેક કરી રહ્યાં હતા. પાછલો રેકોર્ડ 22 લાખ લોકો દ્વારા વિમાનને ટ્રેક કરવાનો હતો. વેબસાઇટ ફ્લાઇટરડાર24 એ બુધવારે આ જાણકારી આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહારાણી એલિઝાબેથ દ્વિતીયના તાબૂતને એડિનબરાથી લંડન લઈ જવા માટે બ્રિટિશ રોયલ એર ફોર્સ ટ્રાન્સપોર્ટ વિમાન આરએએફ ગ્લોબમાસ્ટર સી-17નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મહારાણીના તાબૂતને મંગળવારે સાંજે એડિનબરાના સેન્ટ ગાઇલ્સ ચર્ચથી અહીં લાવવામાં આવ્યું હતું. અમેરિકી પ્રતિનિધિ સભાના અધ્યક્ષ નેન્સી પેલોસીને પાછલા મહિને તાઇવાન લઈ જતા અમેરિકી સૈન્ય વિમાનને ફ્લાઇટરડાર24 પર ત્યારે 22 લાખ લોકો જોઈ રહ્યાં હતા. 


પહેલી મિનિટમાં 60 લાખનો આંકડો
વેબસાઇટે કહ્યું કે મંગળવારે એડિનબરાથી આરએએફ નોર્થોલ્ટ જઈ રહેલા બ્રિટિશ સૈન્ય વિમાનના ઉડાન ભરવાની પ્રથમ મિનિટ દરમિયાન આશરે 60 લાખ લોકોએ તેને ટ્રેક કરવાનો પ્રયાસ કર્યો. મોટી સંખ્યામાં એક સાથે લોકો દ્વારા વિમાન ટ્રેક કરવાના પ્રયાસને કારણે સાઇટ પર દબાવ જોવા મળ્યો. આ વેબસાઇટ દ્વારા યૂઝર્સ હવામાં ઉડાન ભરી રહેલા વિમાનના માર્ગ પર નજર રાખી શકે છે. 


આશરે 48 લાખ લોકો એપ દ્વારા ટ્રેક કરતા હતા
બીબીસીના અહેવાલ પ્રમાણે 47.9 લાખ લોકો તેની વેબસાઇટ તથા એપ જોઈ રહ્યાં હતા જ્યારે 2.96 લાખ યૂટ્યૂબ પર કરવામાં આવી રહેલા પ્રસારણને જોઈ રહ્યાં હતા. ઉડાને કોલસાઇન કિટીહોકનો ઉપયોગ કર્યો. આ તે સૈન્ય ઉડાન માટે ઉપયોગ થાય છે જેમાં મહારાણી બેઠા હોય. ફ્લાઇટરડાર24 એ કહ્યું કે તેણે વિમાનના ઉડાન ભરતા પહેલા પ્લેટફોર્મને યથાસંભવ સ્થિત બનાવવા માટે પગલાં ભર્યાં હતા. 


70 વર્ષ બ્રિટનમાં કર્યું શાસન
મહારાણીનું પાછલા ગુરૂવારે 96 વર્ષની ઉંમરે બાલ્મોરલ કેસલમાં નિધન થયું હતું. તેઓ 70 વર્ષથી બ્રિટનમાં શાસન કરી રહ્યાં હતા. મહારાણીના તાબૂતને જે વિમાનથી લાવવામાં આવ્યું તેનો ઉપયોગ પૂર્વમાં માનવીય સહાયતામાં કરવામાં આવતો હતો. આરએએફના પશ્ચિમી લંડન સ્થિત નોર્થહોલ્ટ એરપોર્ટ પર વિમાન ઉતરતા મહારાણીના તાબૂતને રોડ માર્ગથી મધ્ય લંડન સ્થિત બકિંઘમ પેલેસ લાવવામાં આવ્યું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube