ઇરાકમાં અમેરિકી બેસ પર ફરી રોકેટ વડે હુમલો, ડોનાલ્ડ ટ્રંપે આપી ચેતાવણી
ઇરાન અને અમેરિકાના વધતા જતા તણાવ વચ્ચે ગુરૂવારે રાત્રે ઇરાકના અમેરિકી સૈન્ય બેસના નજીક ફરી રોકેટ વડે હુમલો કરવામાં આવ્યો. ઇરાકના ઉત્તરી સલાહુદ્દીન પ્રાંતના દુજૈલ જિલ્લાના ફાદલાન વિસ્તારમાં આ રોકેટ તાક્યું હતું. આ એરિયા બલાડ એર બેસની નજીક છે જ્યાં અમેરિકી સૈનાઓની હાજરી છે. સૂત્રોના અનુસાર આ રોકેટ ક્યાંથી આવીને પડ્યું.
નવી દિલ્હી: ઇરાન અને અમેરિકાના વધતા જતા તણાવ વચ્ચે ગુરૂવારે રાત્રે ઇરાકના અમેરિકી સૈન્ય બેસના નજીક ફરી રોકેટ વડે હુમલો કરવામાં આવ્યો. ઇરાકના ઉત્તરી સલાહુદ્દીન પ્રાંતના દુજૈલ જિલ્લાના ફાદલાન વિસ્તારમાં આ રોકેટ તાક્યું હતું. આ એરિયા બલાડ એર બેસની નજીક છે જ્યાં અમેરિકી સૈનાઓની હાજરી છે. સૂત્રોના અનુસાર આ રોકેટ ક્યાંથી આવીને પડ્યું, આ વિશે અત્યારે સુચના નથી. અત્યારે કોઇ સુચનાની સુચના નથી. દુલૈજ ઉત્તરી બગદાદથી 50 કિમી દૂર છે. બલાડ બેસ, ઉત્તરી બગદાદથી 80 કિમી દૂર છે.
આ દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે ટ્વિટ કરી કહ્યું કે અમે અમેરિકાના દુશ્મનો માફ કરીશું નહી. અમેરિકી લોકોની રક્ષા માટે અમે ખચકાઇશું નહી. ચરમપંથી ઇસ્લામિક આતંકવાદને હરાવવા માટે અથક કામ કરતા રહીશું. જોકે ઇરાન (Iran)ના જનરલ કમાંડર કાસિમ સુલેમાની (Qasem Soleimani) નું અમેરિકન એર સત્રાઇકમાં મોત બાદ અમેરિકા (US) અને ઇરાનના સંબંધ એકદમ તણાવપૂર્ણ છે અને બંને દેશો વચ્ચે જંગ જેવી સ્થિતિ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ (Donald Trump) દ્વારા ઇરાન સાથે યુદ્ધ થવાની સંભાવના વધુ છે. એવામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની આ સંભવિત કાર્યવાહીથી રોકવા માટે અમેરિકી સંસદે એક પ્રસ્તાવ મંજૂર કર્યો છે.
ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર અમેરિકી સંસદના નિચલા સદને ઇરાન વિરૂદ્ધ સૈન્ય કાર્યવાહી માટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના અધિકાર સીમિત કરવાનું યુદ્ધ શક્તિ પ્રસ્તાવ મંજૂર કરી દીધો છે. ડેમોક્રેટિક પાર્ટી નીત અમેરિકીની પ્રતિનિધિસભામાં ગુરૂવારે વોટિંગ દરમિયાન મતદાન થયું. આ પ્રસ્તાવના પક્ષમાં 194 વોટ પડ્યા.
આ પ્રસ્તાવનો હેતું છે કે હવે ડોનાલ્ડ ટ્રંપને ઇરાન વિરૂદ્ધ યુદ્ધની જાહેરાત કરતાં પહેલાં કોંગ્રેસની મંજૂરી લેવી પડશે. જોકે અત્યાર આ પ્રસ્તાવને ઉપરી સદનમાં પાસ થવાનો બાકી છે.
જોકે સદનમાં આ પ્રસ્તાવને કોંગ્રેસ લીડર એલિસા સ્લોટકિન દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. તે આ પહેલાં CIA એનાલિસ્ટ એક્સપર્ટના રૂપમાં કામ કરી ચૂકી છે. આ સાથે જ એલિસા અમેરિકી રક્ષા વિભાગના આંતરરાષ્ટ્રીય સુરક્ષા મામલે કાર્યવાહક સહાયક સચિવના રૂપમાં સેવા આપી ચૂકી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube