વોશિંગટનઃ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રવિવારે ઈસ્લામિક સ્ટેટ (ISIS)ના વડા અબુબકર અલ-બગદાદીને શનિવારે ઉત્તર-પશ્ચિમ સીરિયામાં એક વિશેષ કાર્યવાહીમાં ઠાર મારવા અંગેની જાહેરાત કરી છે. જોકે, ISIS દ્વારા તેના વડાને પહેલાથી જ નક્કી કરી લેવાયો હતો. તેનું નામ છે અબ્દુલ્લાહ કરદશ છે. અબ્દુલ્લાહ સદ્દામ હુસેનની સેનાનો પૂર્વ અધિકારી છે અને આતંકના 'પ્રોફેસર' તરીકે તે ઓળખાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોણ છે ISISનો નવો વડો અબ્દુલાહ કરદશ
અબ્દુલ્લાહ કરદશ સદ્દામ હુસેનની સેનામાં પૂર્વ અધિકારી હતો. તેનું સાચું નામ હાજુ અબ્દુલ્લા-અલ-અફારી છે અને તેનો જન્મ ઈરાકના સુન્ની બહુમતિ ધરાવતા તલ અફર શહેરમાં થયો હતો. સદ્દામ હુસેનને મારી નાખ્યા પ છી 2013માં જ્યારે અમેરિકાએ ઈરાકની સેનાને વેરવિખેર કરી નાખી ત્યારે અબ્દુલ્લાહ કરદશને તેની અલ-કાયદા સાથેની લિન્કના કારણે જેલમાં નાખી દેવાયો હતો. 


ખૂંખાર બગદાદીને અમેરિકી કમાન્ડોએ દોડાવી દોડાવીને માર્યો, જાણો ખાતમાની ઈનસાઈડ સ્ટોરી


જેલમાં તેની મુલાકાત બગદાદી સાથે થઈ હતી. બગદાદીએ જ્યારે ધાર્મિક આતંકવાદી જૂથની રચના કરી ત્યારે કરદશ તેનો ખાસ માણસ બન્યો હતો અને ISISના રોજિંદા કાર્યોનું તે પ્લાનિંગ કરતો હતો. ઓગસ્ટ મહિનામાં બગદાદીએ કરદશની તેના વારસદાર તરીકે નિમણૂક કરી હતી. ઓગસ્ટમાં જ્યારે બગદાદી એક હવાઈ હુમલામાં ઘાયલ થયો હતો ત્યારે તેણે આ નિર્ણય લીધો હતો. બગદાદીને ડાયાબિટિસ અને હાઈ બ્લડ પ્રેશરની પણ સમસ્યાઓ હતી. 


નિર્દોષોના ગળા કાપીને વિકૃત આનંદ લેનારા આતંકવાદી બગદાદીની કેવી હતી છેલ્લી ક્ષણો? જુઓ VIDEO


એક સ્થાનિક ઈન્ટેલિજન્સ અધિકારકીએ ન્યૂઝવીકને જણાવ્યું કે, "કરદશે ISISના વડાનો ચાર્જ સંભાળી લીધો છે. 48 વર્ષનો કરદશ સદ્દામ હુસેનની સેનામાં અધિકારી હતો. કરદશ ઓગસ્ટમાં ISISના રોજિંદા કાર્યોની દેખરેખ રાખવાની જવાબદારી સંભાળતા પહેલા આતંકી જૂથનો કાયદાકીય સલાહકાર અને નીતિનિર્માતા હતો. તે ઈસ્લામિક શરિયત અનુસાર કેવા નિર્ણય લેવા તેની બગદાદીને સલાહ આપતો હતો. એટલા માટે જ તેને આતંકી જૂથમાં 'પ્રોફેસર' તરીકે સંબોધમાં આવે છે."


અમેરિકાના બોમ્બથી બગદાદી ઠાર, ઇરાકી TV રિલીઝ કર્યો VIDEO, તમે પણ જુઓ


ઉલ્લેખનીય છે કે, રવિવારે અમેરિકાની સેના દ્વારા અલ બગદાદીને શોધી કાઢીને ઠાર મારવામાં આવ્યો હતો. ત્યાર પછી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ અંગેની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, અમારી સેનાએ મોટું ઓપરેશન પાર પાડ્યું છે. અમારી સેનાએ અલ બગદાદીને શોધીને તેને ઠાર માર્યો છે. 


જુઓ LIVE TV.....


દુનિયાના વધુ સામાચાર માટે અહીં કરો ક્લિક....