અમેરિકાના બોમ્બથી બગદાદી ઠાર, ઇરાકી TV રિલીઝ કર્યો VIDEO, તમે પણ જુઓ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, સ્પેશિયલ ફોર્સની એક રેડ દરમિયાન અબૂ બકર અલ-બગદાદીએ પોતાને સ્યૂસાઇડ વેસ્ટ પહેરીને ઉડાવી લીધો હતો.
Trending Photos
નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) રવિવારે કહ્યું કે, ઇસ્લામિક સ્ટેટ (આઈએસ)ના આતંકી મુખિયા અબૂ બકર અલ-બગદાદી (Abu Bakr al-Baghdadi) સિરીયામાં અમેરિકી ઓપરેશનમાં ઠાર થયો છે. બીસીસીના રિપોર્ટ અનુસાર, ટ્રમ્પે કહ્યું કે, સ્પેશિયલ ફોર્સની એક રેડ દરમિયાન બગદાદીએ ખુદને સ્યુસાઇડ વેસ્ટ પહેરીને ઉડાવી દીધો હતો. તેમણે કહ્યું, 'યૂએસની સ્પેશિયલ ફોર્સે સાહસિક રાત્રે રેડ કરી અને શાનદાર રીતે પોતાના મિશનને પૂરુ કર્યું હતું.' ઈરાની ન્યૂઝ ચેનલે એક વીડિયો જારી કર્યો છે. જેમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે, અમેરિકાના બોમ્બ વરસાદમાં કઈ રીતે બગદાદીના ચીથરા ઉડતા દેખાઈ રહ્યાં છે.
વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, લોહીથી ભરેલા કપડાના ચિથરા વિખરાયેલા છે. ટીવી રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકાના હુમલામાં બગદાદીનું મોત થયું છે અને આ કપડા બગદાદીના છે. ફુટેજમાં તે જગ્યા પણ દેખાડવામાં આવી છે, જ્યાં અમેરિકાની સેનાએ શનિવારે રાત્રે બોમ્બ ફેંક્યા હતા. આ ફુટેજ દિવસના સમયના છે. ફુટેજમાં એક નિષ્ણાંતના હવાલાથી જણાવવામાં આવ્યું કે, ઇરાનની ગુપ્તચર એજન્સીની મદદથી બગદાદીનું લોકેશન ટ્રેશ કરવામાં આવ્યું હતું.
Iraqi state TV airs footage of raid on Baghdadihttps://t.co/9I5dA0fB3k pic.twitter.com/qnGr38vi82
— Yeni Şafak English (@yenisafakEN) October 27, 2019
પત્રકાર પરિષદમાં શું બોલ્યા ટ્રમ્પ
આ સાથે તેના ત્રણ બાળકો અને ઘણા સહયોગી પણ માર્યા ગયા છે. ટ્રમ્પે જણાવ્યું કે, બગદાદી એક સુરંગમાં છુપાયો ગતો. તેમણે કહ્યું કે, ઘેરાયા બાદ બગદાદીએ ખુદને બાળકોની સાથે ઉડાવી દીધો હતો. તે કાયર હતો અને કુતરાના મોતે મર્યો છે.
ટ્રમ્પે કહ્યું, 'પાછલી રાત્રે અમેરિકાએ વિશ્વના નંબર એક આતંકીને ન્યાય હેઠળ લાવ્યો હતો. અબુ બકર અલ બગદાદી માર્યો ગયો. તે વિશ્વના સૌથી ખુંખાર અને હિંસક સંગઠનનો સંસ્થાપક અને મુખિયા હતો.' ટ્રમ્પે આઈએસ વિરુદ્ધ લડાઈમાં સહયોગ માટે રૂસ, સીરિયા અને તુર્કીનો પણ આભાર માન્યો છે. ટ્રમ્પે કહ્યું કે, તે આ ઓપરેશન જોઈ રહ્યાં હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે