સંયુક્ત રાષ્ટ્ર: સંયુક્ત રાષ્ટ્ર (United Nations)ના મહાસચિવ એંટોનિયો ગુટેરસ (Antonio Guterres) ને અફઘાનિસ્તાન (Afghanistan) માં એક મસ્જિદની અંદર થયેલા હુમલાની આકરી નિંદા કરી છે. હુમલામાં ઘણા લોકોના મોત નિપજ્યા હતા. તેમના પ્રવક્તા સ્ટીફન ડુજારિકે શુક્રવારે એક નિવેદનમાં કહ્યું કે 'હુમલા માટે જવાબદાર લોકોને જવાબદાર ગણવા જોઇએ.'


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમાચાર એજન્સી સિન્હુઆના અનુસાર મહાસચિવે મૃતકોના પરિજનો પ્રત્યે સંવેદનાઓ વ્યક્ત કરી અને ઘાયલોને જલદી સ્વસ્થ થવાને કામના કરી હતી. નિવેદન અનુસાર ગુટેરસે અફઘાનિસ્તાનના લોકો અને સરકાર પ્રત્યે રાષ્ટ્રની એકજુટતા પ્રદર્શિત કરી.


અફઘાનિસ્તાનના પૂર્વમાં નાંગરહાર પ્રાંતની સરકારે જણાવ્યું કે એક મસ્જિદમાં જુમા (શુક્રવાર)ની નમાજ દરમિયાન થયેલા હુમલામાં 62 લોકોના મોત નિપજ્યા હતા અને ડઝનો લોકો ઘાયલ થયા હતા. 


વિસ્ફોટની તપાસ કરવામાં આવી રહી છે. હાલ કોઇ સંગઠને હુમલાની જવાબદારી લીધી નથી. પર6તુ કાબુલથી 120 કિલોમીટર પૂર્વમાં સ્થિત પ્રાંતના ઘણા ભાગ પર તાલિબાન અને ઇસ્લામિક સ્ટેટનો કબજો છે. 


યૂએન એલાયન્સ ઓફ સિવિલાઇઝેશનના ઉચ્ચ પ્રતિનિધિ મિગુએલ મોરાટિનોસે પણ હુમલાની નિંદા કરી. તેમના પ્રવક્તા નિહાલ સાદે તેમના હવાલેથી એક નિવેદનમાં કહ્યું કે ધાર્મિક સ્થળો અને શ્રદ્ધાળુઓ પર નિશાના બનાવનાર હિંસા અને આતંકવાદ નિંદનીય છે, ભલે તે કોઇપણ ધર્મ અથવા મતમાં વિશ્વાસ ધરાવે છે.


મોરેટિનોસે યૂએન પ્લાન ઓફ એક્શન ટૂ સેફગાર્ડ રિલીજિયસ સાઇટ્સનો ઉલ્લેખ કર્યો. તેને તેની ટીમે વિકસિત કરી છે અને ગત મહિને ગુટેરસે લોન્ચ કરી હતી.