કાબુલ: તાબિલાન (Taliban) વિરૂદ્ધ અફઘાનિસ્તાન (Afghanistan)ની સેનાએ મોટી કાર્યવાહી કરી છે અને 3 અલગ અલગ સ્થળો પર કરવામાં આવેલી સ્ટ્રાઇક (Airstrikes)માં 29 આતંકવાદી ઠાર માર્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે અફઘાનિસ્તાન સેનાની આ મુહિમમાં તાલિબાનનો એક ખુફિયા અધિકાર પણ મોતને ભેટ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હેલમંડ પ્રાંતમાં ઠાર માર્યા 10 આતંકવાદી
અફઘાનિસ્તાનના રક્ષા મંત્રાલય (Ministry of Defense)એ જણાવ્યું હતું કે હેલમંડ પ્રાંતના નાદ અલી જિલ્લામાં તાલિબાની ગ્રુપર પર એક હવાઇ હુમલામાં તાલિબાનના 10 સભ્યો મૃત્યું પામ્યા છે. મંત્રાલયે દાવો કર્યો છે કે નાદ અલી જિલ્લામાં એક તાલિબાની ખુફિયા અધિકારી મોતને ભેટ્યો છે અને હુમલામાં તાલિબાનનો એક ગર્વનર પણ ઘાયલ થયા છે. 


કુડુંઝ પ્રાંતમાં 12 તાલિબાની ઠાર
મંત્રાલયે જણાવ્યું કે ગઇકાલે હવાઇ હુમલામાં કુંડુઝ પ્રાંતના ઇમામ સાહેબ અને ખાન અબાદ જિલ્લામાં 12 તાલિબાની માર્યા ગયા હતા, જ્યારે 6 અન્ય ઘાયલ થયા હતા. આ ઉપરાંત તાલિબાનના 2 કિલ્લા અને મોટી માત્રામાં હથિયાર અને દારૂગોળા નષ્ટ કરવામાં આવ્યા છે. 


જાબુલ પ્રાંત ઠાર માર્યા 7 તાલિબાની
આ ઉપરાંત જાબુલ પ્રાંતના શિંકઇ જિલ્લામાં કરવામાં આવેલા હવાઇ હુમલામાં 7 તાલિબાની માર્યા ગર્યા, જ્યારે 3 ઘાયલ થયા. મંત્રાલયે જણાવ્યું કે આ સાથે જ શાહરી સફા જિલ્લામાં જાહેર રસ્તા પર તાલિબાન દ્વારા લગાવવામાં આવેલા 4 આઇઇડી (IEDs)ને શોધીને એએનએ દ્વારા ડિફ્યૂજ કરવામાં આવ્યા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube