નવી દિલ્હી: આફગાનિસ્તાનની એક સાંસદે પીએમ મોદીને અપીલ કરી હતી કે ભારત સરકાર આફગાનિસ્તાનના હેરાતમાં છોકરીઓ માટે 2 સ્કૂલ બનાવે. મોદી સરકારે તેમની ઇચ્છા પૂર કરી છે. ત્યાંની સાંસદ નાહિદ ફરીદ અને આફગાનિસ્તાનમાં ભારતના કાઉન્સિલ જનરલ કુમાર ગૌરવે 2 હાઇ સ્કૂલનો પાયો નાખ્યો છે. સ્કૂલના નિર્માણનું કામ 8 મહિનામાં પૂરું થઇ જશે. સાંસદ નાહિદ ફરીદે ડિસેમ્બર 2017માં પીએમ મોદીને આ અપીલ કરી હતી. નાહિદ આફગાનિસ્તાનની સૌથી યુવા સાંસદ છે. તેમની ઉંમર માત્ર 27 વર્ષ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જી મીડિયાની સયોગી ચેનલ WION સાથે વાત કરતા નાહિદ ફરીદે કહ્યું છે કે પીએમ મોદીની સાથે જ્યારે તેમની મુલાકાત થઇ હતી. ત્યારે તેમણે કહ્યું હતું કે હેરાતમાં અભ્યાસ કરવા માટે 60 ટકા વિદ્યાર્થીઓ તંબુમાં શિક્ષણ મેળવવા મજબૂર છે. તેના પર પીએમ મોદીએ કહ્યું કે ભારત તમારી કેવી રીતે મદદ કરી શકે છે. ત્યારે તેમણે કહ્યું કે હેરાતમાં છોકરીઓ માટે 2 સ્કૂલનું નિર્માણ કરાવી આપો. જણાવી દઇએ કે, હેરાતની સ્કૂલની છાત્રાઓને પીએમ મોદીના આફગાનિસ્તાન પ્રવાસ દરમિયાન ભારતના રાષ્ટ્રીય ગીત પર હિન્દીમાં પ્રરફોર્મ કર્યું હતું.


અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...