Kabul માં લાગ્યો નાઈટ કરફ્યૂ, અફઘાન રાષ્ટ્રપતિ ભવન ઉપર તાલિબાનનો કબ્જો, રાષ્ટ્રપતિ અશરફ ગનીએ છોડ્યો દેશ
અફઘાનિસ્તાન (Afghanistan) માં તાલિબાન યુગની વાપસી થઈ ગઈ છે. અફઘાન સરકારે તાલિબાન આગળ ઘૂંટણિયા ટેક્યા છે.
નવી દિલ્હી: અફઘાનિસ્તાન (Afghanistan) માં તાલિબાન યુગની વાપસી થઈ ગઈ છે. અફઘાન સરકારે તાલિબાન આગળ ઘૂંટણિયા ટેક્યા છે. ટોલો ન્યૂઝના જણાવ્યાં મુજબ સત્તા હસ્તાંતરણ બાદ અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની અને ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લા સાલેહે દેશ છોડી દીધો છે. તેઓ તઝાકિસ્તાન માટે રવાના થયા છે. 100થી વધુ દિવસોથી ચાલી રહેલા સંઘર્ષ બાદ તાલિબાને અફઘાનિસ્તાન પર કબ્જો જમાવી લીધો છે. ભારત સહિત અનેક દેશ પોત પોતાના નાગરિકો અને રાજદૂતોને રેસ્ક્યૂ કરવામાં લાગ્યા છે. રાજધાની કાબુલમાં રાતે 9 વાગ્યાથી નાઈટ કરફ્યૂ લાગુ કરાયો છે અને લોકોને ઘરની બહાર નીકળવાની મનાઈ ફરમાવવામાં આવી છે.
રાષ્ટ્રપતિ ભવન પર તાલિબાનનો કબ્જો
અફઘાન રાષ્ટ્રપતિના આવાસ ઉપર પણ હવે તાલિબાને કબ્જો જમાવી લીધો છે. હાલ કાબુલમાં નાઈટ કરફ્યૂ લાગુ કરાયો છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube