US રાષ્ટ્રપતિ જો બાઈડેને કરી મોટી જાહેરાત, જે અફઘાનીઓએ યુદ્ધમાં મદદ કરી તેમને અમેરિકામાં આપશે શરણ
અફઘાનિસ્તાનમાં સ્થિતિ ખુબ જ ચિંતાજનક છે. તાલિબાનની વધતી તાકાતથી જ્યાં અફઘાનીઓ દહેશતમાં જીવવા માટે મજબૂર છે ત્યાં બીજી બાજુ આ સમગ્ર મામલે અમેરિકાની રણનીતિ પણ સવાલના ઘેરામાં છે. હવે આ તમામ વિવાદો વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને એક મોટી જાહેરાત કરી છે.
નવી દિલ્હી: અફઘાનિસ્તાન (Afghanistan) માં સ્થિતિ ખુબ જ ચિંતાજનક છે. તાલિબાન (Taliban) ની વધતી તાકાતથી જ્યાં અફઘાનીઓ દહેશતમાં જીવવા માટે મજબૂર છે ત્યાં બીજી બાજુ આ સમગ્ર મામલે અમેરિકાની રણનીતિ પણ સવાલના ઘેરામાં છે. હવે આ તમામ વિવાદો વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને (Joe Biden) એક મોટી જાહેરાત કરી છે.
અફઘાનીઓને શરણ આપશે અમેરિકા?
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને એક ટ્વીટ કરીને જણાવ્યું કે યુદ્ધ દરમિયાન જે અફઘાનીઓએ તેમના દેશની મદદ કરી હતી તેમને અમેરિકામાં શરણ આપવામાં આવી શકે છે. તેમણે લખ્યું છે કે એકવાર સ્ક્રિનિંગ અને અન્ય ઔપચારિકતાઓ પૂરી થઈ જાય, ત્યારબાદ જેમણે યુદ્ધ દરમિયાન અમારી મદદ કરી હતી તે અફઘાનીઓનું અમારા દેશમાં સ્વાગત કરીશું. કારણ કે અમે આવા જ છીએ. અમેરિકાની આ જ ઓળખ છે.
જો બાઈડેનની આ ટ્વીટ એટલા માટે પણ મહત્વ ધરાવે છે કારણ કે હાલ અમેરિકાની અફઘાન નીતિ સમગ્ર દુનિયામાં વિવાદાસ્પદ ગણાઈ રહી છે. જે પ્રકારે અમેરિકી સૈનિકોને પાછા બોલાવવાનું ફરમાન આવ્યું અને પછી તાલિબાને કબજો જમાવ્યો, આવામાં અમેરિકા પર જબરદસ્ત દબાણ હતું. હવે આ તણાવ વચ્ચે બાઈડેને મોટી પહેલ કરી છે. તેઓ અફઘાનીઓને શરણ આપવા તૈયાર છે. ટ્વીટમાં ફક્ત એટલું જ જણાવવામાં આવ્યું છે કે જે અફઘાનીઓએ યુદ્ધ દરમિયાન અમેરિકાની મદદ કરી હતી તેમને નવા ઘર (અમેરિકા)માં બોલાવવામાં આવશે.
Afghanistan: અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનને તાલિબાન પર ભરોસો છે? જાણો શું આપ્યો જવાબ
આ અગાઉ રવિવારે પણ જો બાઈડેને અફઘાનિસ્તાન પર એક મોટી બેઠક કરી હતી. આ બેઠકમાં તેમણે દેશની સ્થિતિ પર તો ચિંતા વ્યક્ત કરી જ હતી, સાથે સાથે એ પણ કહ્યું હતું કે હવે અફઘાનિસ્તાન આતંકીઓનો નવો ગઢ બની શકે છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે અફઘાનિસ્તાનમાં સક્રિય આઈએસના આતંકીઓ અમેરિકી સૈનિક અને સામાન્ય અફઘાન નાગરિકોને નિશાન બનાવી શકે છે.
આ દેશમાં ઉજવાય છે Sex Festival, દરેક કપલનું સપનું હોય છે આ ઉત્સવમાં ભાગ લેવાનું, જાણો વિગતો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube