Taliban Pilots: આંખોમાં કાજલ, માથા પર લાંબા વાળ અને હાથમાં સર્ટિફિકેટ, આ છે તાલિબાનની સ્કૂલમાંથી ટ્રેનિંગ લીધેલા પાયલટ
Taliban News: અફઘાનિસ્તાન પર ઓગસ્ટ 2021માં તાલિબાનીઓએ કબજો કરી લીધો હતો. ત્યાં તેણે શિક્ષણ વ્યવસ્થાથી લઈને કાયદો વ્યવસ્થામાં મોટો ફેરફાર કર્યાં છે. તાલિબાની પાયલટ તેની એક નિશાની છે.
કાબુલઃ Afghanistan Taliban Pilots: જ્યારથી અફઘાનિસ્તાનની સત્તામાં તાલિબાન આવ્યું છે, ત્યારથી ત્યાં ઇસ્લામિક કાયદાની વાતો વધુ થઈ રહી છે. તાલિબાની નેતા દેશમાં કડક ઇસ્લામી કાયદાના હિમાયતી છે અને તેનો આ ફેરફાર ફ્લાઇટના પાયલટના ક્રૂ-મેમ્બર્સ પર પણ લાગૂ થાય છે. ત્યાંની તાલિબાનની સ્કૂલમાંથી ટ્રેનિંગ લઈને નિકળેલા પાયલટોની એક તસવીર સોશિયલ મીડિયા પર આવી છે.
આ તસવીરને જોઈને તમે પણ અચરજમાં પડી જશો. તસવીરમાં જોવા મળી રહેલા 3 લોકોને જોઈને ઘણા લોકો તે નક્કી કરી શકતા નથી કે તેને જોઈને હસે કે ડરે. તસવીરમાં 3 અફઘાની વ્યક્તિ છે, જેની આંખોમાં કાજલ, માથા પર લાંબા વાળ અને હાથમાં લાયસન્સ નજર આવી રહ્યું છે. તેની બેસવાની રીત પણ અલગ લાગી રહી છે.
તાલિબાન એરફોર્સના પાયલટોની તસવીર વાયરલ
એક પત્રકાર અસદ હન્નાએ ટ્વિટર (@AsaadHannaa)પર આ તસવીરને પોસ્ટ કરતા જણાવ્યું કે આ 3 તાલિબાની પાયલટ છે, જે અફઘાનિસ્તાનમાં તાલિબાનના સેન્ટરથી ગ્રેજ્યુએટ થવા પર સર્ટિફિકેટ લઈને નિકળ્યા છે. તેના લાંબા વાળ, દાઢી અને પગમાં જૂતા જોવા મળી રહ્યાં નથી. આ સર્ટિફિકેટ પર હેલિકોપ્ટરની તસવીર જોઈ શકાય છે. જાણવા મળી રહ્યું છે કે આ સર્ટિફિકેટ તેનું પાયલટ લાયસન્સ છે, જે તેને તાલિબાને આપ્યું છે.
બાબા વેંગાની સૂર્યને લઈને ભવિષ્યવાણી સાચી પડી, 2023ને લઈને કર્યાં ચોંકાવનારા દાવા
સોશિયલ મીડિયા પર ઉડી રહી છે તાલિબાનની મજાક
આ તસવીર હવે સોશિયલ મીડિયા પર યૂઝર્સ વચ્ચે ચર્ચાનો વિષય બની છે. આ તસવીરની સાથે લોકો તાલિબાનને ટ્રોલ કરી રહ્યાં છે. ઘણા લોકોએ લખ્યું કે તાલિબાને પોતાના પહેલા 3 પાયલટોને ફ્લાઇટ સર્ટિફિકેટ આપી દીધું છે, એવું ન થાય કે આ તેની જન્નત માટે સીધી ઉડાન હશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube