Kabul Airport પર પાણીની એક બોટલની કિંમત 3000 રૂપિયા, એક પ્લેટ ભાતના 7500 રૂપિયા
તાલિબાનના આતંકથી બચાવવા માટે અફઘાનિસ્તાન છોડવાની આશામાં કાબુલ એરપોર્ટ પહોંચી રહેલા લોકો ભૂખ અને પ્યાસમાં મોતને ભેટી રહ્યા છે. એરપોર્ટની બહાર ખાવા પીવાની વસ્તુઓના ભાવ આકાશને આંબી રહ્યા છે.
કાબુલ: તાલિબાનના આતંકથી બચાવવા માટે અફઘાનિસ્તાન છોડવાની આશામાં કાબુલ એરપોર્ટ પહોંચી રહેલા લોકો ભૂખ અને પ્યાસમાં મોતને ભેટી રહ્યા છે. એરપોર્ટની બહાર ખાવા પીવાની વસ્તુઓના ભાવ આકાશને આંબી રહ્યા છે. એટલું જ નહીં દુકાનદારો પણ અફઘાની કરન્સીની જગ્યાએ ડોલરની માંગણી કરી રહ્યા છે. જો કે અમેરિકી અને બ્રિટિશ સૈનિકો અફઘાનીઓને મદદ કરી રહ્યા છે પરંતુ દરેક વ્યક્તિ સુધી ભોજન પહોંચાડવું તેમના માટે પણ મુશ્કેલ છે.
Dollar માં કિંમત ચૂકવવી પડે છે
કાબુલ એરપોર્ટની બહાર પાણીને એક બોટલ 40 ડોલર એટલે કે લગભગ 3000 રૂપિયામાં વેચાઈ રહી છે. જ્યારે એક પ્લેટ ભાતનો ભાવ 100 ડોલર સુધી પહોંચી ગયો છે. જે ભારતીય ચલણ પ્રમાણે લગભગ 7500 રૂપિયા થાય. સૌથી વધુ ચોંકાવનારી વાત એ છે કે દુકાનદાર અફઘાનિસ્તાનની મુદ્રાની જગ્યાએ ડોલરમાં જ પૈસાની માંગણી કરી રહ્યા છે.
Troops કરે છે લોકોની મદદ
અફઘાનિસ્તાન છોડવાની આશા લઈને આવેલા સેંકડો લોકો એરપોર્ટ પર હાજર છે. હવે આ લોકો માટે ભૂખ તરસથી મરવાની સ્થિતિ પેદા થઈ ગઈ છે. કઈ પણ ખાધા પીધા વગર તડકામાં રહેવા માટે મજબૂર છે અને આ જ કારણે બેહોશ થઈને પડી રહ્યા છે. આમ છતાં તાલિબાનીઓ તેમની મદદ કરવાની જગ્યાએ તેમની મારપીટ કરી રહ્યા છે. આ મુશ્કેલ સમયમાં અમેરિકી અને બ્રિટિશ સૈનિકો અફઘાનીઓની મદદ કરી રહ્યા છે. સૈનિકો એરપોર્ટની આસપાસ અસ્થાયી ઘર બનાવીને રહેતા લોકોને પાણીની બોટલ અને ખાવાનું આપે છે. આ ઉપરાંત સૈનિકો અફઘાનિસ્તાનના નાના બાળકોને ચિપ્સના પેકેટ આપતા પણ જોવા મળે છે.
Afghanistan: તાલિબાન સંકટ વચ્ચે કાબુલ એરપોર્ટ પર આતંકી હુમલાનું જોખમ, અમેરિકાએ અલર્ટ જાહેર કર્યું
ગણતરીના દિવસોમાં મિશન કેવી રીતે થશે પૂરું
મળતી માહિતી મુજબ અમેરિકાએ છેલ્લા 10 દિવસમાં 70 હજારથી વધુ લોકોને અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢ્યા છે. આમ છતાં મોટી સંખ્યામાં અફઘાની હજુ પણ એરપોર્ટ પર ફસાયેલા છે. કહેવાય છે કે અફઘાનિસ્તાનના 2.5 લાખ લોકોને તાલિબાનથી જોખમ છે. જેમાંથી ફક્ત 60 હજાર લોકોને જ તેમની ચુંગલથી બચાવી શકાયા છે. તાલિબાને વિદેશી સૈનિકોને 31 ઓગસ્ટ સુધીમાં દેશ છોડવાની ચીમકી આપી છે. આવામાં ગણતરીના દિવસોમાં લગભગ 2 લાખ લોકોને ત્યાંથી કાઢવા મુશ્કેલ છે.
Turkish President ની ઈચ્છા પૂરી થઈ, તાલિબાને કાબુલ એરપોર્ટ ચલાવવા માટે મદદ માંગી, પરંતુ આ શરત પર
એરપોર્ટની અંદર જતા રોકવામાં આવી રહ્યા છે
એરપોર્ટની અંદર ભલે અમેરિકા અને બ્રિટનના સૈનિકો છે પરંતુ એરપોર્ટને બહારથી તાલિબાને ઘેરી લીધુ છે. એરપોર્ટના રસ્તે પણ તાલિબાનીઓ હાજર છે. તેઓ લોકોને એરપોર્ટ જતા રોકી રહ્યા છે. જે લોકો ત્યાં પહોંચ્યા છે તેમને પણ ઘમકાવવામાં આવી રહ્યા છે. આતંકી લોકોને એમ પણ કહી રહ્યા છે કે અમેરિકા પાસેથી મદદ લઈને કોમને કેમ બદનામ કરો છો? અત્રે જણાવવાનું કે અફઘાનિસ્તાન પર કબજા સાથે જ તાલિબાની ક્રુરતાના કિસ્સા રોજ સામે આવી રહ્યા છે. ખાસ કરીને મહિલાઓ અને બાળકોને તાલિબાનીઓ વધુ પરેશાન કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube