ઈસ્લામાબાદ: ભારત દ્વારા ઉપગ્રહ ભેદી મિસાઈલ એ-સેટના સફળ પરીક્ષણ પર પાકિસ્તાનના પેટમાં દુ:ખાવો થયો છે. પાકિસ્તાને  બુધવારે કહ્યું કે અંતરીક્ષના સૈન્યકરણથી બચવું જોઈતું હતું. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈઝલે મીડિયાને કહ્યું કે પાકિસ્તાન બાહ્ય અંતરીક્ષમાં હથિયારોની રેસ રોકવાનું એક મજબુત સમર્થક રહ્યું છે. ફૈઝલે કહ્યું કે અંતરીક્ષ માનવનો સામૂહિક વારસો છે અને પ્રત્યેક રાષ્ટ્રની જવાબદારી છે કે આ ક્ષેત્રના સૈન્યીકરણ કરવાવાળી ગતિવિધિઓથી બચવું જોઈએ. તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય અંતરીક્ષ કાયદામાં કમીઓને દૂર કરવાની જરૂર છે જેથી કરીને કોઈ પણ દેશ સામાજિક આર્થિક વિકાસની અંતરીક્ષ ટેક્નોલોજીની એપ્લીકેશન્સ અને શાંતિપૂર્ણ ગતિવિધિઓ સમક્ષ જોખમ પેદા ન કરી શકે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતે અભૂતપૂર્વ સિદ્ધિથી દુશ્મનોને ધ્રુજાવ્યાં, 'સ્પેસ પાવર' બનનારો દુનિયાનો ચોથો દેશ બન્યો


ભારતના એ-સેટ દ્વારા સફળતાપૂર્વક પૃથ્વીની નિચલી કક્ષામાં એક લાઈવ સેટેલાઈટને નિશાન બનાવાયા બાદ તેમણે કહ્યું કે અમને આશા છે કે જે  દેશોએ ભૂતકાળમાં અન્ય દેશો દ્વારા પ્રદર્શિત કરાયેલી આ પ્રકારની ક્ષમતાની ટીકા કરી હતી, તેઓ બાહ્ય અંતરીક્ષ સાથે સંબંધિત સૈન્ય જોખમનોને રોકવા માટે આંતરરાષ્ટ્રીય તંત્ર વિક્સિત કરવાની દિશામાં કામ કરશે. 


મિશન શક્તિ: ભારતે હાંસલ કરી મોટી સિદ્ધિ, અંતરિક્ષમાં 3 જ મિનિટમાં LIVE સેટેલાઈટ તોડી પાડ્યો


ભારત બન્યું સ્પેસપાવર
ભારતે હવે પોતાનું નામ અંતરીક્ષ મહાશક્તિ એટલે કે સ્પેસ પાવર તરીકે નોંધાવી દીધુ છે. દુનિયાના માત્ર ત્રણ દેશોને આ ઉપલબ્ધિ હાંસલ હતી. જેમાં ચીન, અમેરિકા અને રશિયાનું નામ સામેલ છે. ભારત હવે ચોથો દેશ બન્યો છે જેણે આ ઉપલબ્ધિ મેળવી છે. પીએમ મોદીએ આ જાહેરાત કરતા કહ્યું કે તમામ દેશવાસીઓ માટે આ ગર્વની વાત છે. દેશવાસીઓને એક સંબોધનમાં તેમણે કહ્યું કે થોડા સમય પહેલા આપણા વૈજ્ઞાનિકોએ એલઈઓ એટલે કે લો અર્થ ઓર્બીટમાં એક લાઈવ સેટેલાઈટ તોડી પાડ્યો. માત્ર 3 મિનિટમાં આ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું. મિશન શક્તિ ખુબ કપરું ઓપરેશન હતું. જેમાં ટેક્નોલોજીની ક્ષમતા જરૂરી હતી. વૈજ્ઞાનિકો દ્વારા તમામ ઉદ્દેશ્યો પૂર્ણ કરાયા છે. 


જુઓ LIVE TV


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...