મિશન શક્તિ: ભારતે હાંસલ કરી મોટી સિદ્ધિ, અંતરીક્ષમાં 3 જ મિનિટમાં LIVE સેટેલાઈટ તોડી પાડ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને સંબોધન કર્યું. અંતરીક્ષમાં ભારતે એક એવી સિદ્ધિ હાંસલ કરી કે તે અમેરિકા, રશિયા અને ચીન પછીની ચોથો દેશ આ સિદ્ધિ હાંસલ કરનાર બની ગયો. 

મિશન શક્તિ: ભારતે હાંસલ કરી મોટી સિદ્ધિ, અંતરીક્ષમાં 3 જ મિનિટમાં LIVE સેટેલાઈટ તોડી પાડ્યો

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશવાસીઓને સંબોધન કર્યું. સંબોધનમાં તેમણે મોટી જાહેરાત કરી. તેમણે કહ્યું કે થોડા સમય અગાઉ જ ભારતે એક અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે. સ્પેસ પાવર તરીકે ભારતે પોતાનું નામ નોંધાવ્યું છે. અત્યાર સુધી દુનિયાના ત્રણ દેશો જ આ સિદ્ધિ હાંસલ કરી ચૂક્યાં છે જેમાં અમેરિકા, ચીન અને રશિયાનું નામ છે. આજે ભારત ચોથો દેશ બન્યો છે જેણે આ સિદ્ધિ મેળવી છે. દરેક ભારતવાસીઓ માટે આ ગર્વનો વિષય છે. આપણા વૈજ્ઞાનિકોએ સ્પેસમાં 300 કિમી દૂર એલઈઓ ઓરબિટમાં સેટેલાઈટ તોડી પાડ્યો છે. આ એક પૂર્વ નિર્ધારીત લક્ષ્ય હતું. જેને ઈ સેટ મિસાઈલ દ્વારા 3 મિનિટમાં જ તોડી પાડવામાં આવ્યું. 'મિશન શક્તિ' એ ખુબ જ કપરું ઓપરેશન હતું. 

આ સમગ્ર અભિયાનની જાણકારી આપતા પીએમ મોદીએ  કહ્યું કે ભારતે હવે પોતાનું નામ અંતરિક્ષ મહાશક્તિ એટલે કે સ્પેસ પાવર તરીકે નોંધાવી દીધુ છે. તેમણે કહ્યું કે 'તમામ દેશવાસીઓ માટે આ ગર્વની વાત છે. પીએમ મોદીએ કહ્યું કે એન્ટી સેટેલાઈટ મિસાઈલ દ્વારા 3 મિનિટમાં આ ઓપરેશન પાર પડાયું. મિશન શક્તિ કપરું ઓપરેશન હતું. તેમણે સાથે સાથે એ પણ સ્પષ્ટતા કરી  કે ભારત હંમેશા અંતરિક્ષમાં હથિયારોની દોડની વિરુદ્ધમાં રહ્યું છે. તેમણે કહ્યું કે ભારતનું આ મિશન કોઈ દેશ વિરુદ્ધ નહતું. કોઈ પણ આંતરાષ્ટ્રીય કાયદા કે સંધિ કરારોનો ભંગ કરતું નથી. અમે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ દેશના 130 કરોડ નાગરિકોની સુરક્ષા માટે કર્યો છે. એક મજબુત ભારત હોવું  ખુબ જરૂરી છે. અમારો હેતુ યુદ્ધનો માહોલ બનાવવાનો નથી. 

માત્ર 3 મિનિટમાં પૂરું થયું ઓપરેશન
પીએમ મોદીએ જણાવ્યું કે થોડા સમય પહેલા જ આપણા વૈજ્ઞાનિકોએ 300 કિમી દૂર લો અર્થ ઓરબીટ (LEO)માં એક સેટેલાઈટ તોડી પાડ્યો. આ ઓપરેશન માત્ર 3 મિનિટમાં જ પૂરું કરવામાં આવ્યું. મિશન શક્તિ નામનું આ ઓપરેશન ખુબ જ કપરું હતું જેમાં ખુબ ઉચ્ચ કોટિની ટેક્નોલોજીની જરૂર હતી. 

અમારું ઓપરેશન દુનિયામાં કોઈની વિરુદ્ધ નથી-પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે આજે આ પરિક્ષણ કરાયું તે કોઈ પણ આંતરરાષ્ટ્રીય કાયદા કે સંધિ, કરારનો ભંગ કરતું નથી. અમે તેનો ઉપયોગ 130 કરોડ દેશવાસીઓની સુરક્ષા અને શાંતિ માટે કરવા માંગીએ છીએ. અમારા વ્યુહાત્મક હેતુઓ યુદ્ધના માહોલને બનાવી રાખવાની જગ્યાએ શાંતિ જાળવવાનો છે. પીએમ મોદીએ કહ્યું કે આજનું આ પગલું ભવિષ્યની સુરક્ષા માટે એક મહત્વનું ડગલું છે. આજની આ સફળતાને આવનારા સમયમાં એક સુરક્ષિત અને શાંતિપૂર્ણ રાષ્ટ્ર માટે લેવાઈ રહેલા પગલાં તરીકે જોવી જોઈએ. આપણે આગળ વધીએ અને પોતાને ભવિષ્યના પડકારો માટે તૈયાર રાખીએ તે જરૂરી છે. 

— ANI (@ANI) March 27, 2019

દેશનું માન વધારનારા વૈજ્ઞાનિકો પર ગર્વ
પીએમ મોદીએ કહ્યું કે દરેક ભારતીય માટે આ ગર્વની વાત છે. આ પરાક્રમ ભારતમાં જ તૈયાર થયેલા એ સેટ મિસાઈલ દ્વારા પાર પાડવામાં આવ્યું. આ અભિયાન સાથે જોડાયેલા તમામ લોકોને ખુબ ખુબ અભિનંદન પાઠવું છું. આજે તેમણે ફરીથી દેશનું માન વધાર્યુ છે. આપણને આપણા વૈજ્ઞાનિકો પર ગર્વ છે. આપણા સેટેલાઈટનો લાભ બધાને મળે છે. આવનારા દિવસોમાં તેનો ઉપયોગ અને મહત્વ વધવાના છે. આવામાં તેમની સુરક્ષા પણ અત્યંત જરૂરી છે. 

આ અગાઉ પીએમ મોદીએ ટ્વિટ કરીને જાહેરાત કરી હતી કે તેઓ આજે દેશવાસીઓને સંબોધન કરશે. પીએમ મોદીએ ટ્વિટમાં કહ્યું કે મારા વ્હાલા દેશવાસીઓ આજે સવારે લગભગ 11.45 થી 12 વાગ્યાની વચ્ચે હું રાષ્ટ્રના નામે એક મહત્વપૂર્ણ સંદેશો  લઈને આવીશ. ટેલિવિઝન, રેડિયો અને સોશિયલ મીડિયા પર મારો સંદેશ સાંભળજો.

आज सवेरे लगभग 11.45 - 12.00 बजे मैं एक महत्वपूर्ण संदेश लेकर आप के बीच आऊँगा।

I would be addressing the nation at around 11:45 AM - 12.00 noon with an important message.

Do watch the address on television, radio or social media.

— Chowkidar Narendra Modi (@narendramodi) March 27, 2019

લેટેસ્ટ ગુજરાતી સમાચાર માટે જુઓ LIVE TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news