Langya Henipavirus in China: ચીનના વુહાનથી નીકળેલા કોરોના વાયરસે સમગ્ર દુનિયામાં ખુબ તબાહી મચાવી. લાખો લોકોના જીવ ગયા. હજુ તો દુનિયા આ વાયરસના કહેરમાંથી બહાર નથી આવી ત્યાં ચીનમાં નવો વાયરસ મળી આવ્યો છે. આ નવા વાયરસનું નામ જૂનોટિક લેંગ્યા છે. 8 ઓગસ્ટના રોજ ચીને જૂનોટિક લેંગ્યા વાયરસના 35 કેસની પુષ્ટી કરી છે. ગ્લોબલ ટાઈમ્સના જણાવ્યાં મુજબ નવા પ્રકારના હેનિપાવાયરસ લેંગ્યાથી ચીનના શેડોંગ અને હેનાન પ્રાંતોમાં લોકો સંક્રમિત મળી આવ્યા છે. ચીનમાંથી નીકળેલો આ નવો વાયરસ કેટલો ખતરનાક છે તે ખાસ જાણો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાનવરોથી ફેલાઈ રહ્યો છે વાયરસ
ધ ગ્લોબલ ટાઈમ્સના રિપોર્ટ મુજબ આ વાયરસને Langya હેનિપાવાયરસ, એનએવી પણ કહેવામાં આવે છે. આ વાયરસના ટેસ્ટિંગ માટે ન્યૂક્લિક એસિડ ટેસ્ટિંગ વિધિનો ઉપયોગ કરવામાં આવશે. આ વાયરસ જોખમી સાબિત થઈ શકે છે. હેનિપાવાયરસ લેંગ્યા વાયરસ જાનવરોથી ફેલાઈ રહ્યો છે. વાયરસ માણસોને પણ સંક્રમિત કરી શકે છે. 


વાયરસના લક્ષણો
આ વાયરસથી સંક્રમિત થનારા લોકોમાં તાવ, થાક, ઊધરસ, ભૂખ ઓછી લાગવી, સ્નાયુઓમાં સમસ્યા, માથાનો દુખાવો, ઉલ્ટી જેવા લક્ષણો જોવા મળે છે. શેડોંગ અને હેનાન પ્રાંતોમાં લેંગ્યા હેનિપાવાયરસ સંક્રમણના 35માંથી 26 કેસમાં તાવ, ચિડચિડિયાપણું, ઉધરસ, માથાનો દુખાવો, ઉલટી જેવા લક્ષણો જોવા મળ્યા. પૂર્વ ચીનમાં તાવવાળા રોગીઓના ગળામાંથી લેવાયેલા સેમ્પલમાં તે જોવા મળ્યો છે. 


લગ્નના દિવસે જ વરરાજાએ મંડપમાં દેખાડ્યો એવો Video, લગ્ન મંડપમાં હડકંપ મચી ગયો


બચાવ જ સારવાર
તજજ્ઞોનું કહેવું છે કે આ વાયરસથી હજુ સુધી કોઈ મોત નોંધાયું નથી. પરંતુ એ કેટલો જોખમી હોઈ શકે તેના પર હજુ રિસર્ચ ચાલુ છે. હાલ તેનાથી ગભરાવવાની જરૂર નથી. પરંતુ તેનાથી બચાવના ઉપાય કરવા જરૂરી છે. હેનિપાવાયરસ લેંગ્યા વાયરસ માટે હાલ કોઈ રસી ઉપલબ્ધ નથી. તેનો બસ એક જ ઈલાજ છે અને તે એ કે પોતાની દેખભાળ અને બચાવના ઉપાય અજમાવવા. 


WHO એ કરી આ વાત
તાઈવાનના સીડીસીના ડેપ્યુટી ડાઈરેક્ટર જનરલ ચુઆંગ જેન હિસિયાંગનું કહેવું છે કે વાયરસમાં માણસથી માણસમાં ટ્રાન્સમિશન નથી. જો કે હજુ આ અંગે રિસર્ચ ચાલુ છે. બીજી બાજુ વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) ના જણાવ્યાં મુજબ લેંગ્યા વાયરસ જાનવરોથી માણસોમાં ગંભીર બીમારીનું કારણ બની શકે છે અને તેને જૈવ સુરક્ષા સ્તર 4 વાયરસ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યો છે. જેમાં મૃત્યુ દર 40-75 ટકા વચ્ચે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube