નવી દિલ્હીઃ કોરોના વાયરસના એક પછી એક નવા વેરિએન્ટ સામે આવી રહ્યા છે. ડેલ્ટા અને ઓમિક્રોન પછી હવે નવું વેરિઅન્ટ ડેલ્ટાક્રોન આવી ગયું છે. તે ડેલ્ટા અને ઓમિક્રોનનું બનેલું હાઇબ્રિડ સ્ટ્રેન છે. બ્રિટનમાંથી ડેલ્ટાક્રોનના કેટલાક કેસ નોંધાયા છે, જેણે ફરી એકવાર આરોગ્ય નિષ્ણાતો અને લોકોની ચિંતા વધારી છે. જો કે, યુકેની હેલ્થ સિક્યોરિટી એજન્સી (UKHSA) કહે છે કે તેઓ અત્યારે તેના વિશે ચિંતિત નથી કારણ કે તેના કેસ ઓછા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બ્રિટનમાંથી સામે આવી રહ્યા છે ડેલ્ટાક્રોનના કેસો
માહિતી અનુસાર, UKHSA ના નિષ્ણાતો પણ નથી જાણતા કે કોરોનાનું આ નવું સ્વરૂપ કેટલું ચેપી અથવા ગંભીર છે. તેમને હાલ એ પણ ખબર નથી કે તેના લક્ષણો શું છે અને તેની સામે રસી કેટલી અસરકારક છે. જો કે, ચેપી રોગના નિષ્ણાત પ્રોફેસર પોલ હન્ટરે ડેઈલી મેઈલલના હવાલેથી કહ્યું કે આનાથી વધુ ખતરો ન હોવો જોઈએ, કારણ કે યુકેમાં ડેલ્ટા અને ઓમિક્રોન સામે એન્ટિબોડીઝ અસ્તિત્વમાં છે.


ડેલ્ટા અને ઓમિક્રોનનું હાઇબ્રિડ વેરિએન્ટ છે ડેલ્ટાક્રોન
એક્સપર્ટનું માનીએ તો આ એક સુપર-મ્યુટન્ટ વાયરસ છે, જેનું વૈજ્ઞાનિક નામ BA.1 + B.1.617.2 છે. એક્સપર્ટએ કહ્યું છે કે ડેલ્ટા અને ઓમિક્રોનથી બનેલો હાઇબ્રિડ સ્ટ્રેઇન છે, જેની શોધ ગયા મહિને સાયપ્રસના રિસર્ચર્સ દ્વારા કરવામાં આવી હતી. તે સમયે વૈજ્ઞાનિકોએ તેને લેબની ટેકનિકલ ભૂલ ગણાવી હતી. પરંતુ હવે બ્રિટનમાં મામલો સામે આવી રહ્યો છે.


ડબ્લ્યુએચઓએ ડેલ્ટાક્રોન પર શું કહ્યું?
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) એ અહેવાલ આપ્યો હતો કે કોઈ વ્યક્તિને SARS-CoV-2 ના વિભિન્ન વેરિન્ટથી સંક્રમિત થવું સંભવ છે. તેના ઘણા ઉદાહરણો છે. આ મહામારી દરમિયાન લોકો ઈન્ફલ્યુએન્ઝા અને કોવિડ-19 બંનેથી સંક્રમિત થયા હતા. WHO ના મારિયા વાન કેરખોવે ગયા મહિને ટ્વીટ કર્યું હતું કે 'ડેલ્ટાક્રોન જેવા શબ્દોનો ઉપયોગ કરશો નહીં. આ શબ્દો વાયરસ/વેરિઅન્ટનું સંયોજન સૂચવે છે અને આ થઈ રહ્યું નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube