ચિંગદાઓઃ ભારત અને પાકિસ્તાને પ્રથમવાર પૂર્ણ સભ્યના રૂપમાં શંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ) શિખર સંમેલનમાં ભાગ લીધો. ચીનના ચિંગદાઓમાં રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંમેલનના સત્રને સંબોધિત કર્યું અને આતંકવાદનો મુદ્દો પણ ઉઠાવ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ દરમિયાન એસસીઓ સભ્ય દેસો વચ્ચે સમજુતિ પર હસ્તાક્ષર થયા. ત્યારબાદ મંચ પર એક રોમાંચક તસ્વીર નજર આવી. મહત્વનું છે કે, જે સમયે એસસીઓના મંચ પર પીએમ નરેન્દ્ર મોદી ચીનના રાષ્ટ્રપતિને મળી રહ્યાં હતા, આ દરમિયાન ત્યાં પાછળથી પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરી રહેલા રાષ્ટ્રપતિ મમનૂન હુસૈન પહોંચી ગયા. જેમ મમનૂન હુસૈન પીએમ મોદીની નજીક પહોંચ્યા તો તે પણ તેમની તરફ આગળ વધ્યા. 


પાકિસ્તાનના રાષ્ટ્રપતિ મમનૂન હુસૈને પીએમ મોદીની પાસે પહોંચતા તેમની તરફ હાથ લંબાવ્યો. પીએમ મોદીએ તેમની આ પહેલનું સન્માન આપ્યું અને તરત જ પોતાનો હાથ આગળ ધરીને તેમનું અભિવાદન સ્વીકાર કર્યું. આટલું જ નહીં, પીએમ મોદી મમનૂન હુસૈનના થોડા નજીક ગયા અને તેમને કંઇક કહ્યું. 


સ્ટેજ પર પીએમ મોદી મમનૂન હુસૈનની આગળ ચાલવા લાગ્યા. બંન્ને વચ્ચે ખૂબ ઓછુ અંતર હતું અને બે ડગલા ચાવતા જ પીએમ મોદી પાછળ વળ્યા. પાછળ આવી રહેલા મમનૂન હુસૈન માટે પીએમ રોકાયા અને ફરી તેમણે કંઇક વાત કરી. 



પરંતુ આ વાતચીત ખૂબ નાની હતી. જેમાં પીએમ મોદી પાકિસ્તાનના રાષ્ટ્રપતિ મમનૂન હુસૈનને કંઇક કહેતા દેખાઈ છે, જ્યારે મમનૂન હુસૈનના ચહેરા પર હળવું હાસ્ય દેખાઇ છે. ત્યારબાદ પીએમ મોદી આગળ વધે છે અને મમનૂન હુસૈન પણ પીએમ મોદીની પીઠ પર હાથ રાકીને આગળ વધી જાઈ છે. આ વચ્ચે મંચ પર હાજર રૂસના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને બીજા નેતા આમને-સામને આવે છે અને મમનૂન હુસૈન તેમની સાથે વાત કરવા લાગે છે. 


પીએમ મોદી અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ મમનૂન હુસૈન વચ્ચે માત્ર 10 સેકન્ડની વાતચીત થઈ. જેમાં પીએમ મોદી જ હુસૈન સાથે વાત કરતા દેખાયા. મમનૂન હુસૈને પહેલા મોદીની તરફ હાથ આગળ વધાર્યો હતો, ત્યારબાદ પીએમ મોદીએ તેમના પ્રત્યે ગર્મજોશી દેખાડી. 


મહત્વનું છે કે, બંન્ને દેશ પ્રથમવાર પૂર્ણ સભ્યના રૂપમાં આ મંચ પર ભેગા થયા હતા. આ વખતે બંન્ને દેશો વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થવાની નથી, પરંતુ મંચ પર પીએમ મોદી અને મમનૂન હુસૈન વચ્ચે થોડીક્ષણની વાતચીતનું ઘણું મહત્વ છે.