હ્યુસ્ટન: હાઉડી મોદી ઈવેન્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણ દ્વારા બદલાતા ભારતની તસવીર રજુ કરી. પીએમ મોદીએ ભારત અને અમેરિકા વચ્ચે સતત મજબુત થઈ રહેલા સંબંધોનો પણ ઉલ્લેખ કર્યો. કાર્યક્રમની સફળતા પર ભાજપના દિગ્ગજ નેતાઓએ ટ્વીટ કરીને પીએમ મોદીને અભિનંદન પણ પાઠવ્યાં. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ અનેક ટ્વીટ રીટ્વીટ કરી અને અમેરિકા તથા ભારત વચ્ચે મજબુત ભાગીદારીની વાત કરી. પીએમઓ દ્વારા ટ્વીટર હેન્ડલ પર શેર કરાયેલા એક વીડિયોને રિટ્વીટ કરતા રાષ્ટ્રપતિ ટ્રમ્પે લખ્યું કે અમેરિકા ભારતને પ્રેમ કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હ્યુસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમ અભૂતપૂર્વ સફળ રહ્યો. જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ સામેલ થયા હતાં. આ કાર્યક્રમ સમાપ્ત થયા બાદ પીએમઓના ટ્વીટર હેન્ડલ પર એક વીડિયો શેર કરાયો જેને રીટ્વીટ કરતા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે લખ્યું કે અમેરિકા ભારતને પ્રેમ કરે છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે વિદેશ મંત્રાલયને એક અન્ય ટ્વીટને પણ રિટ્વીટ કરીને લખ્યું અદભૂત. અમેરિકી રાષ્ટ્રપતિએ કાર્યક્રમ બાદ પીએમ મોદીનો હાથ પકડીને સ્ટેડિયમનું ચક્કર લગાવ્યું હતું. 


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...