બર્લિન: એસ્ટ્રાજેનેકા (AstraZeneca) ની કોરોના રસી મૂકાવ્યા બાદ લોહીના ગઠ્ઠા જામી જવાની ફરિયાદોને ધ્યાનમાં રાખીને જર્મની, ફ્રાન્સ, ઈટાલી અને સ્પેને પણ રસી (Corona Vaccine) ના ઉપયોગ પર અસ્થાયી રીતે રોક લગાવી છે. આ અગાઉ આયરલેન્ડે રોક લગાવવાનો નિર્ણય લીધો હતો. જો કે AstraZeneca અને વૈશ્વિક સ્વાસ્થ્ય અધિકારીઓએ દાવો કર્યો છે કે આ રસી સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. ઈટાલીએ આ અંગે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે આ નિર્ણય અન્ય યુરોપીયન દેશો તરફથી ઉઠાવવામાં આવેલા પગલાને ધ્યાનમાં રાખીને લેવાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Emmanuel Macron એ  કહી આ વાત
ઈટાલીના ઉત્તરી પિડમોન્ટ વિસ્તારમાં 57 વર્ષના એક ટીચરે શનિવારે આ રસી લીધી હતી અને રવિવારે સવારે તેનું મોત નિપજ્યું. આ બાજુ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને કહ્યું કે સુરક્ષા કારણોસર AstraZeneca ના ઉપયોગ પર અસ્થાયી રીતે રોક લગાવવામાં આવી છે. તેમણે કહ્યું કે આ રોક જ્યાં સુધી યુરોપિયન મેડિસિન એજન્સી તરફથી મત આપવામાં ન આવે ત્યાં સુધી ઓછામાં ઓછું મંગળવાર બપોર સુધી ચાલુ રહેશે.  


AstraZeneca એ ગણાવી સુરક્ષિત
સ્પેને  કહ્યું કે તેઓ બે અઠવાડિયા માટે રસીના ઉપયોગને રોકી રહ્યા છે જ્યાં સુધી વિશેષજ્ઞ રસીની સુરક્ષાની સમીક્ષા ન કરી લે. આ બાજુ જર્મનીએ પણ સોમવારે કહ્યું  કે લોહી જામી જવાના  રિપોર્ટ્સ બાદ એસ્ટ્રાજેનેકાના ઉપયોગને હાલ રોકી દેવાયો છે. અત્રે જણાવવાનું કે જર્મની યુરોપનો સૌથી મોટો દેશ છે જેણે આ રસી પર રોક લગાવી છે. જ્યારે કંપનીનું કહેવું છે કે તેમની રસી સંપૂર્ણપણે સુરક્ષિત છે. AstraZeneca એ એક નિવેદન બહાર પાડીને કહ્યું કે વિભિન્ન દેશોમાં 17 મિલિયનથી વધુ લોકોને રસી આપવામાં આવી છે અને લોહી જામી જવાના માત્ર 37 રિપોર્ટ સામે આવ્યા છે. કંપનીએ વધુમાં કહ્યું કે તેના કોઈ પુરાવા નથી કે રસીથી લોહીના ગઠ્ઠા જામી જવાનું જોખમ વધી જાય છે. 


ગુરુવારે બોલાવી સમીક્ષા બેઠક
વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) અને યુરોપીયન સંઘની યુરોપિયન મેડિસિન્સ એજન્સીએ પણ કંપનીના દાવાનું સમર્થન કરતા કહ્યું કે હાલના આંકડા એ નથી જણાવતા કે લોહીના ગઠ્ઠા જામી જવા અને રસી મૂકવા વચ્ચે કોઈ સંબંધ છે. આ બધા વચ્ચે યુરોપીયન સંઘની ઔષધિ નિયામક એજન્સીએ AstraZeneca અંગે વિશેષજ્ઞોના તારણોની સમીક્ષા માટે ગુરુવારે એક બેઠક બોલાવી છે. બ્રિટિશ સ્વીડિશ દવા કંપની AstraZeneca અને બ્રિટનના દવા નિયામકે કહ્યું કે કોરોના 9થી સુરક્ષા માટે AstraZeneca ની સાથે મળીને ઓક્સફોર્ડની રસી સુરક્ષિત છે. 


Ireland એ પહેલેથી લગાવી છે રોક
આ અગાઉ નોર્વેમાં એસ્ટ્રાજેનેકા રસીકરણ બાદ લોહીના ગઠ્ઠા જામી જવાના ગંભીર કેસ સામે આવ્યા બાદ આયરલેન્ડે તેના પર અસ્થાયી રોક લગાવવાની જાહેરાત કરી હતી. આયરલેન્ડના ડેપ્યુટી ચીફ મેડિકલ ઓફિસર ડો. રોનન ગ્લિને કહ્યું હતું કે નોર્વેની મેડિસિન્સ એજન્સીના જણાવ્યાં મુજબ એસ્ટ્રાજેનેકા રસી મૂક્યા બાદ વયસ્કોમાં લોહીના ગઠ્ઠા જામી જવાના ચાર કેસ સામે આવ્યા. ત્યારબાદ તેના પર રોક લગાવવાનો નિર્ણય લેવાયો. તેમણે કહ્યું હતું કે જો કે એ સ્પષ્ટ નથી કે રસી અને આ કેસ વચ્ચે શું સંબંધ છે. પરંતુ રોક સુરક્ષા કારણોસર લગાવવામાં આવી છે. એ જ રીતે નેધરલેન્ડે પણ રસીના ઉપયોગ પર હાલ રોક લગાવી છે. 


Viral Video: યુવક-યુવતીને યુનિ.કેમ્પસમાં ખુલ્લેઆમ રોમાન્સ કરવો ભારે પડી ગયો


Canada ના રસ્તાઓ પર લાગ્યા PM Modi ના મોટા પોસ્ટર, જાણો કેમ ખોબલે ખોબલે થઈ રહ્યા છે વખાણ


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube