ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન અને તેની પત્ની બુશરા બીબી કોરોનાથી સંક્રમિત થયા છે. ઇમરાન ખાન અને તેની પત્ની શનિવાર (20 માર્ચે) પોઝિટિવ આવ્યા છે. પ્રધાનમંત્રીના સ્પેશિયલ આસિસ્ટન્ટ ફૈઝલ સુલ્તાને આ જાણકારી આપી છે. ઇમરાન ખાન વેક્સિનનો પ્રથમ ડોઝ લઈ ચુક્યા છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇમરાન ખાનના જલદી સાજા થવાની કામના કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રધાનમંત્રી ખાન કોરોનાથી સંક્રમિત થયા છે. હાલ તેઓ હોમ આઇસોલેશનમાં છે. સ્વાસ્થ્ય સેવા મામલાના પ્રધાનમંત્રીના વિશેષ સહાયક ફૈઝલ સુલ્તાને ટ્વીટ કરી તેની જાણકારી આપી છે. હાલમાં ઇમરાન ખાને ચાઇનીઝ વેક્સિનનો ડોઝ લીધો હતો. પરંતુ બાદમાં વેક્સિનનો ડોઝ લીધો હતો. 


જાણવા મળી રહ્યું છે કે પ્રધાનમંત્રી કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમના સ્ટાફ અને તેમને મળનાર લોકોના પણ કોવિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. જાણકારી પ્રમાણે ઇમરાનમાં કોરોનાના ગંભીર લક્ષણ નથી. 


આ પણ વાંચોઃ 350 કરોડ લોકો મોંની બિમારીથી પીડાય છે જેમાંથી 230 કરોડ લોકોને છે દાંતમાં સડો


ચીન પાસેથી ફ્રી મળેલી વેક્સિનના ડોઝથી ઇમરાન સરકાર પોતાનો રસીકરણ કાર્યક્રમ ચલાવી શકતી નથી. હકીકતમાં ચીન પાસે અત્યાર સુધી ત્રણ ભાગમાં મળેલી વેક્સિનના મોટાભાગના ડોઝ સરકાર, સેના, બિઝનેસમેન અને રાજકીય પાર્ટીમાં બેસેલા લોકોને આપવામાં આવ્યા છે. જેથી સામાન્ય લોકોને મર્યાદિત માત્રામાં વેક્સિન મળી શકી છે. 


પાકિસ્તાનમાં સરકારની બેદરકારીથી ફેલાયો કોરોના?
આ કારણ છે કે પાકિસ્તાનમાં હાલ કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યાં છે. ઇમરાન સરકારની બેદરકારીને કારણે ત્યાના લોકોમાં પણ કોરોના વાયરસના સંક્રમણને લઈને જાગરૂકતાનો અભાવ જોવા મળી રહ્યો છે. લોકો દરરોજ મોટી સંખ્યામાં મસ્જિદોમાં ભેગા થઈ રહ્યાં છે. આ દરમિયાન સોશિયલ ડિસ્ટેન્સિંગ અને માસ્કના નિયમોનો ભંગ કરવામાં આવી રહ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube