Corona Vaccine પર સારા સમાચાર! આ દેશે કોરોનાની બીજી રસીને આપી મંજૂરી
રશિયાની બીજી રસીનું નામ EpiVacCorona છે. અત્રે જણાવવાનું કે આ અગાઉ રશિયાએ કોરોના વાયરસની પહેલી રસી Sputnik-Vને મંજૂરી આપી હતી. જે દુનિયાભરમાં કોવિડ-19ની પ્રથમ રસી છે.
મોસ્કો: કોરોના વાયરસ (Corona Virus) મહામારીના વધતા પ્રકોપ વચ્ચે રશિયા (Russia) થી એક સારા સમાચાર આવ્યા છે. રશિયાએ પોતાની બીજી કોરોના વાયરસ રસી (Second Corona Virus Vaccine) રજિસ્ટર્ડ કરી છે. રશિયાની બીજી રસીનું નામ EpiVacCorona છે. અત્રે જણાવવાનું કે આ અગાઉ રશિયાએ કોરોના વાયરસની પહેલી રસી Sputnik-Vને મંજૂરી આપી હતી. જે દુનિયાભરમાં કોવિડ-19ની પ્રથમ રસી છે.
US Election: 35 વર્ષથી આ વ્યક્તિ કરે છે ચૂંટણી પરિણામોની સટીક ભવિષ્યવાણી, જાણો આ વખતે કોણ જીતશે
રાષ્ટ્રપતિ પુતિને કરી જાહેરાત
રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને(Vladimir Putin) બુધવારે કેબિનેટ સભ્યો સાથે એક વીડિયો કોન્ફરન્સિંગ દરમિયાન આ જાહેરાત કરી. વ્લાદિમિર પુતિને કહ્યું કે, "મારી પાસે એક સારા સમાચાર છે. નોવોસિબિર્સ્ક વેક્ટર સેન્ટરે આજે કોરોના વાયરસની બીજી રશિયન રસી રજિસ્ટર્ડ કરી છે." તેમણે કહ્યું કે, "આપણે પહેલી અને બીજી રસીના ઉત્પાદનને વધારવાની જરૂર છે. આપણે આપણા વિદેશી સહયોગીઓ સાથે સહયોગ કરવાનું ચાલુ રાખીશું અને રસીને વિદેશમાં પણ પ્રોત્સાહન આપીશું."
WHO પ્રમુખે આરોગ્ય સેતુ એપની કરી પ્રશંસા, બોલ્યા તેનાથી કોરોના હોટસ્પોટને ઓળખવામાં મળી મદદ
ત્રીજા તબક્કાનું પરીક્ષણ બાકી
રશિયાએ EpiVacCorona રસીનું નિર્માણ સાઈબેરિયાના વર્લ્ડ ક્લાસ વાયરોલોજી ઈન્સ્ટિટ્યૂટ (વેક્ટર સ્ટેટ રિસર્ચ સેન્ટર ઓફ વાયરોલોજી એન્ડ બાયોટેક્નોલોજી)માં કર્યું છે. આ રસીએ સપ્ટેમ્બરમાં પોતાના પ્રાથમિક તબક્કાના માનવ પરીક્ષણને પૂરું કર્યું હતું અને માનવ પરીક્ષણના પરીણામોને પ્રકાશિત કરવાના હજુ બાકી છે. આ બાજુ વેક્સિનના ત્રીજા તબક્કાનું પરીક્ષણ પણ હજુ શરૂ થયું નથી.
કોરોના સંક્રમણની વધુ એક ખતરનાક અસર, સંશોધનમાં સામે આવી આ વાત
સિન્થેટીક વાયરસ પ્રોટીનનો ઉપયોગ
રશિયન સરકારે જણાવ્યું કે નોવોસિબિર્સ્ક વેક્ટર સેન્ટરે બીજી કોરોના વાયરસ રસી EpiVacCorona રજિસ્ટર્ડ કરી છે. પહેલી રસી Sputnik- V થી અલગ આ રસી સિન્થેટીક વાયરસ પ્રોટીનનો ઉપયોગ કરીને એક એન્ટીબોડી પ્રતિક્રિયાને ટ્રિગર કરે છે, જ્યારે સ્પુતનિક વી અનુકૂલિત Adenovirus Strainsનો ઉપયોગ કરે છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube