કાબુલ : અફઘાનિસ્તાનમાં મોટા પ્રમાણમાં શીખોની હત્યા બાદ હવે સમુદાયનાં કેટલાક લોકો દેશ છોડવા અંગે વિચારી રહ્યા છે. રવિવારે જલાલાબાદમાં થયેલા એક આત્મઘાતી હૂમલામાં સિખ સમુદાયનાં 13 લોકોનાં મોત નિપજ્યા હતા. હવે અફઘાનિસ્તાનનાં લઘુમતી સીખ સમુદાયનાં ઘણા લોકો ભારત આવવાની તૈયારીમાં છે. આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટે આ હૂમલાની જવાબદારી લીધી છે. હૂમલાનાં પીડિતોમાં સંસદીય ચૂંટણીમાં એકમાત્ર સિખ ઉમેદવાર અવતારસિંહ ખાલસા અને સમુદાયનાં જાણીતા કાર્યકર્તા રાવલસિંહનો પણ સમાવેશ થાય છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેજવીરસિંહ (35)એ કહ્યું કે, મે નિશ્ચય કરી લીધો છે કે હવે અમે અહીં વધારે સમય સુધી રહી શકે તેમ નથી. હૂમલામાં તેજવીરના અંકલનું પણ મોત મોત થઇ ગયું હતું. હિંદુઓ અને સિખોના નેશનલ પેનલના સચિવ તેજવીરે કહ્યું કે, ઇસ્લામિક આતંકવાદી અમારી ધાર્મિક પ્રથાઓને સહન નહી કરે. અમે અફઘાની છીએ. સરકાર પણ અમને માન્યતા આપે છે પરંતુ આતંકવાદીઓ અમારા પર હૂમલાઓ કરશે કારણ કે અમે મુસ્લિમ નથી. 

તેમણે આગળ કહ્યું કે, અફઘાનિસ્તામાં સિખ સમુદાય હવે માત્ર 300 પરિવારમાંજ સિમિત થઇ ચુક્યો છે. અમારી પાસે બે ગુરૂદ્વારા છે, એક જલાલાબાદમાં અને બીજુ ગુરૂદ્વારા રાજધાની કાબુલમાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભલે અફઘાનિસ્તાન મુસ્લિમ બહુમતી હોય પરંતુ અહીં 1990નાં દશકમાં ગૃહયુદ્ધ છેડાયું તે પહેલા અઢીલાખ કરતા વધારે સિખ અને હિંદુઓ રહેતા હતા. 

એક દશક પહેલા અમેરિકી વિદેશ વિભાગે એક રિપોર્ટમાં જણાવ્યું કે, અફઘાનિસ્તામાં આશરે 3 હજાર સિખ અને હિંદુઓ રહે છે. રાજનીતિક પ્રતિનિધિત્વ અને પુજા-પાઠની સ્વતંત્રતા છતા આતંકવાદી હૂમલાઓ અને ઉત્પીડનથી પરેશાન થઇને હજારો લોકો ભારત આવી ગયા. હવે જલાલાબાદ હૂમલા બાદ કેટલાક સિખોએ શહેર ખાતે ભારતીય વાણીજ્યિક દૂતાવાસ પાસે શરણ માંગી છે. 

જલાલાબાદમાં પુસ્તક અને કપડાની દુકાનના માલિક બલદેવ સિંહે કહ્યું કે, અમારી પાસે માત્ર બે વિકલ્પો જ બચે છે. કાં તો અમે ભારત જતા રહીએ અથવા તો પછી ઇસ્લામ કબુલ કરીએ. ભારતે અફઘાનિસ્તાનનાં સિખ અને હિંદૂ સમુદાયોનાં લોકોને લાંબી સમયનો વિઝા ઇશ્યું કરવામાં આવ્યો છે. અફઘાનિસ્તાનમાં ભારતનાં રાજદૂત વિનય કુમારે કહ્યું કે, તે તમામ વગર કોઇ સીમાએ ભારતમાં રહી શકે છે. અંતિમ નિર્ણય તેમણે લેવાનો છે. અમે અહીં તેમની મદદ માટે તૈયાર છીએ. 

કુમાર સુરક્ષા પરિસ્થિતી અંગે ચર્ચા કરવા માટે દિલ્હી આવ્યા હતા. તેમણે જણાવ્યું કેસરકાર હૂમલામાં મૃતક સિખોના અંતિમ સંસ્કારમાં મદદ કરી રહી છે. જો કે કેટલાક સિખ એવા પણ છે જેઓ કહી રહ્યા છે કે તેઓ અફઘાનિસ્તાનથી ક્યાંય પણ નહી જાય. કાબુલમાં સિખ દુકાનદાર સંદિપ સિંહે કહ્યું કે, અમે કાયર નથી, અફઘાનિસ્તાન અમારો દેશ છે અને અમે ક્યાંય પણ નથી જઇ રહ્યા. 

અત્રે ઉલ્લેખનીય છે કે, રવિવારે એક આત્મઘાતી હૂમલાખોરે રાષ્ટ્રપતિ અશરફ ગની સાથે મુલાકાત માટે જઇ રહેલા સિખ અને હિંદુઓનાં કાફલાને નિશાન બનાવ્યું હતું. આ હૂમલામાં 19 લોકોનાં મોત થઇ ગયા અને ઘણા લોકોનાં મોત થઇ ગયા અને ઘણા લોકો ઘાયલ થઇ ગયા હતા.