નવી દિલ્હી: બાલાકોટના આતંકી કેમ્પોમાં ભારતીય વાયુસેનાની તરફથી કરવામાં આવેલી એર સ્ટ્રાઇકથી હેરાન પાકિસ્તાન ચીનથી અત્યાધનિક રેન્બો સીરીઝના CH4 અને CH5 કોમ્બેટ ડ્રોન્સ ખરીદી રહ્યું છે. ગુપ્ત એજન્સીના રિપોર્ટ અનુસાર, પાકિસ્તાન પાક અધિકૃત કાશ્મીરમાં પણ ડ્રાન્સની સંખ્યા વધારવાનો નિર્ણય કર્યો છે. જેનાથી તે લાઇન ઓફ કંટ્રોલ સહિત આંતરરાષ્ટ્રીય બોર્ડ પર નજર રાખી શકે. રિપોર્ટ આધુનિક બાલાકોટમાં જૈશના આતંકીઓ પર સર્જિકલ સ્ટ્રાઇક બાદ પાકિસ્તાની સેનાને ચીન રેન્બો (Rainbow) સીરીઝના અત્યાધુનિક ડ્રોન્સ (Drones)ની સપ્લાઇ કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: ચીને પણ સ્વીકાર્યું, મુંબઇ આતંકી હુમલાને ગણાવ્યો- ‘સૌથી કુખ્યાત’ હુમલો


રિપોર્ટના અનુસાર, કોમ્બેટ ડ્રોન્સ રેન્બો CH4 લગભગ 5 હજાર કિલોમીટર દૂર સુધી ટાર્ગેટ પર નજર રાખી શકે છે અને લગભગ 40 કલાક સુધી આકાશમાં રહી તેની સાથે 400 કિલોગ્રામ સુધી વિસ્ફોટકની સાથે કોઇપણ ટાર્ગેટને નષ્ટ કરી શકે છે. જ્યારે રેન્બો CH5 તેની સાથે એક હજાર કિલોગ્રામનો પેલોડ લઇ જઇ શકે છે અને 60 કલાક સુધી આકાશમાં રહી શકે છે. આ ડ્રોન્સ લગભગ 17 હજાર ફૂટની હાઇટ પર ઉડી શકે છે.


PNB કૌભાંડના માસ્ટરમાઈન્ડ નીરવ મોદી સામે એરેસ્ટ વોરન્ટ, ભારત લાવવાની દિશામાં સફળતા


રક્ષા મંત્રાલયે ગત મહિને ઇઝરાયેલથી 52 'Harop' કોમ્બેટ ડ્રોન્સ ખરીદવાનો નિર્ણય કર્યો છે. ભારતીય વાયુસેનાની પાસે આવા 110 કોમ્બેટ ડ્રોન્સ પહેલાથી છે. પરંતુ પાકિસ્તાનની પાસે અત્યારસુધી દૂર સુધી અટેક કરનાર કોમ્બેટ ડ્રોન્સ ન હતા.


વધુમાં વાંચો: VIDEO : હિજાબ પહેરીને પીડિતોને મળવા પહોંચ્યાં ન્યૂઝિલેન્ડના પીએમ, તસવીર થઈ વાયરલ


જોવામાં આવે તો ચીન અને પાકિસ્તાન વચ્ચેની મિત્રતાથી કોઇ અજાણ નથી. ચીન સતત પાકિસ્તાની સેનાની મદદ કરવામાં લાગ્યું છે અને ટેન્કથી લઇને ફાઇટર પ્લેન, યુદ્ધ જહાજ અને પરમાણુ પનડૂબ્બિયોની મદદ કરી રહ્યું છે. જેનાથી ભારતની મુશ્કેલીઓ વધી શકે છે.


દુનિયાના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...