PNB કૌભાંડના માસ્ટરમાઈન્ડ નીરવ મોદી સામે એરેસ્ટ વોરન્ટ, ભારત લાવવાની દિશામાં સફળતા

પંજાબ નેશનલ બેન્ક કૌભાંડનો માસ્ટરમાઈન્ડ નીરવ મોદી અત્યારે લંડનમાં છે અને તેનીસામે વેસ્ટ મિન્સ્ટર કોર્ટ દ્વારા વોરન્ટ બહાર પાડવામાં આવ્યું છે 

PNB કૌભાંડના માસ્ટરમાઈન્ડ નીરવ મોદી સામે એરેસ્ટ વોરન્ટ, ભારત લાવવાની દિશામાં સફળતા

લંડનઃ પંજાબ નેશનલ બેન્ક સાથે છેતરપીંડી આચરીને દેશ છોડીને ભાગી જનારા વ્યવસાયી નીરવ મોદી સામે બ્રિટનની એક કોર્ટ દ્વારા ધરપકડ વોરન્ટ બહાર પાડવામાં આવ્યું છે. લંડનની વેસ્ટમિન્સ્ટર કોર્ટે નીરવ મોદીની ધરપકડ કરવા અંગેનું વોરન્ટ બહાર પાડ્યું છે. કોર્ટ તરફથી આ વોરન્ટ નીરમ મોદીના લંડનના નિવાસસ્થાને મોકલવામાં આવશે. નીરવ મોદીને ભારત લાવવાની પ્રક્રિયામાં આ મોટી સફળતા મળી હોવાનું કહેવાય છે. 

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા નીરવ મોદીને લંડનની સડકો પર ફતાં એક પત્રકારો પકડી લીધો હતો અને તેની સાથે વાતચીત કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. નીરવ મોદીનો આ વીડિયો જોરદાર વાયરલ થયો હતો. 

નીરવ મોદી પર 15 હજાર કરોડના ગોટાળાનો આરોપ છે. હવે આ વોરન્ટ બાદ નીરવ મોદની ગમે ત્યારે ધરપકડ થાય એવી સંભાવના છે. 

લંડનમાં સ્થાપી દીધો વ્યવસાય
બ્રિટનના અખબર ધ ટેલિગ્રાફ અનુસાર ભારતનો ભાગેડુ અબજપતી હીરા વેપાર નીરવ મોદી લંડનના વેસ્ટ એન્ડ વિસ્તારમાં એક આલીશાન એપાર્ટમેન્ટમાં રહે છે, જેની કિંમત 80 લાખ ડોલર છે. તેણે લંડનમાં હીરાનો એક નવો વ્યવસાય પણ શરૂ કરી દીધો છે. 

ઉલ્લેખનીય છે કે, નીરવ મોદી પર પંજાબ નેશનલ બેન્ક સાથે 2 અબજ ડોલર (રૂ.14 હજાર કરોડ કરતાં વધુ)ની છેતરપીંડી કરવાનો આરોપ છે. નીરવ મોદી અત્યારે 3 બેડરૂમના એક ફ્લેટમાં રહે છે. આ ફ્લેટ એ વિસ્તારની પ્રસિદ્ધ બહુમાળી બિલ્ડિંગ સેન્ટર પોઈન્ટ ટાવરના એક બ્લોકમાં છે, જેનું માસિક ભાડું રૂ.17,000 પાઉન્ડ છે. 

ભારતમાં ઈડી દ્વારા નીરવ મોદી સામે સપ્લિમેન્ટરી ચાર્જશીટ દાખલ કરવામાં આવેલી છે. હવે એવું કહેવાય છે કે, નીરવ મોદીને ભારત લાવવાનો માર્ગ સરળ બની જશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news