Ahmedabad News : આફ્રિકાના દેશ નામિબિયામાં આ દિવસોમાં લોકો ભૂખથી ત્રાહિમામ પોકારી ગયા છે. અહીં દુષ્કાળના કારણે અનાજની અછત છે. આવી સ્થિતિમાં લોકોની ભૂખ સંતોષવા માટે સરકારે 723 વન્ય પ્રાણીઓને મારવાનો આદેશ આપ્યો છે. દેશમાં ચાલી રહેલા ગંભીર દુષ્કાળને કારણે ઉભી થયેલી ખાદ્ય સંકટને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે અંબાણી ગ્રૂપના વનતારા બાદ વધુ ગુજરાતીઓએ મદદનો હાથ લંબાવ્યો છે. અમદાવાદના એક ગ્રૂપ દ્વારા નામિબિયામાં અનાજ પહોંચાડવાની પહેલ કરાઈ છે, જેથી દેશને પ્રાણીઓને મારવાની જરૂર ન પડે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીજા ગુજરાતીએ મદદનો હાથ લંબાવ્યો
હાલમાં જ વનતારા દ્વારા નામિબિયામાં મદદ કરવાની પહેલ કરાઈ હતી. ત્યારે અમદાવાદનુ તપોવન યુથ એલ્યુમની ગ્રૂપ પણ નામિબિયામાં જીવદયા માટે મદદનો હાથ લંબાવ્યો છે. આ ગ્રૂપ નામિબિયામાં ભૂખમરાનો સામનો કરી રહેલા લોકોને  અનાજ મોકલશે. લોકોને ભોજન મળી રહે તે માટે અહીથી અનાજનો જથ્થો મોકલવામા આવશએ. આ માટે નામિબિયામાં ભારતના રાજદૂતનો સંપર્ક કરવામાં આવ્યો છે અને જરૂરી મદદ પહોંચાડવા આશ્વાસન અપાયું છે.  


આ પહેલ વિશે ગ્રૂપના મેનેજિંગ ટ્રસ્ટી હિમાંશું શાહે જણાવ્યું કે, ત્યાગ ગ્રૂપ દ્વારા વહેલી તકે અનાજ મોકલી દેવામાં આવશે. નામિબિયા સરકાર તરફથી લીલી ઝંડી મળતા જ અહીંથી અનાજ રવાના કરાશે. અમે સરકારને પશુ હતયાનો આદેશ પરત ખેંચી લેવા જણાવ્યું છે.


ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડની ધમાકેદાર એન્ટ્રી, આજથી આ જિલ્લાઓમાં ભારે વરસાદની છે આગાહી


કેમ લેવાયો પ્રાણીઓને મારવાનો નિર્ણય 
તમને જણાવી દઈએ કે નામીબિયા છેલ્લા 100 વર્ષમાં સૌથી ખરાબ દુષ્કાળથી પીડિત છે. લોકોને ખાવા-પીવાની ભારે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. અનાજના ગોડાઉન ખાલીખમ થઇ ગયા છે. આવી સ્થિતિમાં, સરકારે લોકોને ખોરાક આપવા માટે યોજના હેઠળ હાથી અને અન્ય પ્રાણીઓને મારવાની મંજૂરી આપી છે. આ યોજના હેઠળ કુલ 723 પશુઓને મારવાની યાદી તૈયાર કરવામાં આવી છે. આમાં 30 હિપ્પો, 60 ભેંસ, 50 ઇમ્પાલા, 100 વાદળી વાઇલ્ડબીસ્ટ, 300 ઝેબ્રા, 83 હાથી અને 100 એલેન્ડ્સ (એક પ્રકારનું હરણ) નો સમાવેશ થાય છે. તે જ સમયે, 150 થી વધુ પ્રાણીઓના મોત થઈ ચૂક્યા છે. આ માર્યા ગયેલા પ્રાણીઓમાંથી લગભગ 63 ટન માંસ બહાર કાઢવામાં આવ્યું છે.


વન્યજીવો પર દુષ્કાળની અસરને ઘટાડશે
નામિબિયાના પર્યાવરણ, વનસંવર્ધન અને પ્રવાસન મંત્રાલય (Namibia's Ministry of Environment, Forestry, and Tourism) અનુસાર, આ જરૂરી છે અને આપણા બંધારણીય આદેશને અનુરૂપ છે. આપણા કુદરતી સંસાધનોનો ઉપયોગ નામીબિયાના નાગરિકોના લાભ માટે થાય છે. પર્યાવરણ, વનસંવર્ધન અને પર્યટન મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેને આશા છે કે કેટલાક પ્રાણીઓને મારવાથી વન્યજીવન પરના દુષ્કાળની અસરમાં ઘટાડો થશે. ઘણા એવા વિસ્તારો છે જ્યાં પાણીના અભાવે પશુઓ એકબીજાને મારવા પર તત્પર છે.


સુરતની હાલત વધુ સીરિયસ, ભયાનક રોગચાળાથી ટપોટપ મરી રહ્યાં છે લોકો


પ્રાણીઓ વસાહતો પર હુમલો કરી શકે છે 
નિષ્ણાતોનું કહેવું છે કે જો પ્રાણીઓને સંસાધનો ન મળે તો તેઓ માનવ વસાહતમાં ઘૂસીને લોકોને નુકસાન પહોંચાડી શકે છે. તેથી, દુષ્કાળનો સામનો કરવા માટે, પ્રાણીઓની સંખ્યા ઘટાડવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. દુષ્કાળની સ્થિતિને જોતા સંયુક્ત રાષ્ટ્રએ મદદ માટે આગળ આવવું જોઈએ. ઓસ્ટ્રેલિયાએ દુષ્કાળનો સામનો કરવા કાંગારૂઓને મારવાની પણ મંજૂરી આપી હતી.


કલિંગ શું છે? 
આ રીતે પ્રાણીઓને મારવાને કલિંગ કહેવામાં આવે છે. નામિબિયાના પર્યાવરણ અને વનીકરણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, નબળા પ્રાણીઓને મારવા માટે પસંદ કરવામાં આવશે. આ માટે વ્યાવસાયિક શિકારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. કેટલીક કંપનીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં 157 પ્રાણીઓનો શિકાર કરવામાં આવ્યો છે. સરકારને તેમની પાસેથી 56,800 કિલોથી વધુ માંસ મળ્યું હતું. અહીં હાથીઓની સૌથી વધુ વસ્તી છે. જેના કારણે તેમની વચ્ચે તકરાર થાય છે. ગયા વર્ષે દુષ્કાળના કારણે 300થી વધુ હાથીઓના મોત થયા હતા.


મારી નાંખશે આ મોંઘવારી! કપાસિયા, સિંગતેલના ભાવમાં 350 થી 400 રૂપિયાનો વધારો, કમરતોડ