Ajab Gajab News: મોટા ભાગે છોકરાઓ અને છોકરીઓ માટે યૌવન એક અજીબ અને કપરો સમય હોય છે. આ સમય એવો હોય છે કે તમારા અવાજમાં ફેરફાર થવા લાગે છે. મૂડ સ્વિંગ થાય છે તથા એવી એવી જગ્યાએ વાળ આવે છે જ્યાં તમે પહેલા ક્યારેય જોયા નહીં હોય. પરંતુ અહીં અમે તેમને એક એવી વાત જણાવી રહ્યા છીએ જેને જાણીને તમે ચોંકશો. દુનિયાના નક્શા પર એક ગામ એવું છે જ્યાં એક ઉંમર બાદ છોકરીઓ છોકરો બની જાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચોંકી ગયા ને તમે? પરંતુ આ બિલકુલ સાચુ છે. ડોમિનિકન રિપબ્લિક(Dominican Republic) દેશમાં લા સેલિનાસ (La Salinas Village) નામનું એક ગામ છે. અહીં છોકરીઓની એક ખાસ ઉંમર બાદ બાદ જેન્ડર ચેન્જ થઈ જાય છે. ત્યારબાદ અહીંની છોકરીઓ છોકરો બની જાય છે. આ કારણે અહીંના લોકો ગામને શ્રાપિત ગામ (Cursed Village) માને છે. તેનું રહસ્ય આજ સુધી ખબર પડી નથી. વૈજ્ઞાનિકો પણ ભાળ મેળવી શક્યા નથી. 


Viral Video: શાળામાં અચાનક છોકરીએ શિક્ષિકાને થપ્પડ મારી દીધી, ગાળો બોલી અને ફોન પછાડી જતી રહી


12 વર્ષની ઉંમરમાં છોકરી બની જાય છે છોકરો
લા સેલિનાસ ગામની અનેક છોકરીઓ 12 વર્ષની ઉંમરે પહોંચતા છોકરામાં ફેરવવા લાગે છે. ગામની છોકરીઓના છોકરા  બનવાની 'બીમારી'ના કારણે અહીંના લોકો ખુબ પરેશાન રેહ છે. આ કારણે ગામના લોકોનું માનવું છે કે અહીં કોઈ અદ્રશ્ય શક્તિનો સાયો છે. આ ઉપરાંત કેટલાક વડીલો ગામને શ્રાપિત ગામ માને છે. આ કારણે બાળકોને 'ગ્વેદોચે' (Guevedoces) કહેવાય છે. 


જ્યારે ગામમાં કોઈના ઘરે છોકરીનો જન્મ થાય છે ત્યારે તે પરિવારમાં માતમ પ્રસરી જાય છે. કારણે ડર રહે છે કે તેમની પુત્રી મોટી થઈને છોકરો બની જશે. આ બીમારીના કારણે ગામમાં છોકરીઓની સંખ્યા ઘટી રહી છે. આ રહસ્યમયી બીમારીના કારણે આસપાસના લોકો પણ આ ગામને ખરાબ નજરે જુએ છે. 


આ અબજપતિના 5000 મહિલાઓ સાથે હતા શારીરિક સંબંધ, હવસ સંતોષવા બનાવ્યો હતો 'બૂમ-બૂમ રૂમ'


વારસાગત છે બીમારી
સમુદ્ર કિનારે વસેલા આ ગામની વસ્તી 6 હજાર જેટલી છે. આ કારણસર આ ગામ દુનિયાભરના રિચર્ચર્સ માટે રિસર્ચનો વિષય બન્યું છે. બીજી બાજુ ડોક્ટર્સ કહે છે કે બીમારી વારસાગત વિકાર છે. સ્થાનિક ભાષામાં આ બીમારીથી પીડાતા બાળકોને 'સૂડોહર્માફ્રડાઈટ' કહેવાય છે. જે પણ છોકરીઓને આ બીમારી હોય છે તેમનામાં એક ઉંમરમાં પ્રવેશ્યા બાદ તેમના શરીરમાં પુરુષો જેવા અંગો બનવા લાગે છે. તેમનો અવાજ ભારે થવા લાગે છે. શરીરમાં એવા ફેરફાર આવવાના શરૂ થઈ જાય છે જે ધીરે ધીરે તેમને છોકરીમાંથી છોકરો બનાવી દે છે. ગામમાં 90માંથી એક બાળક આ રહસ્યમયી બીમારી સામે ઝઝૂમી રહ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube